ગુજરાત
News of Friday, 18th June 2021

સુરત:સચીનમાં પરિચિત સાથે ઝઘડો થયા બાદ યુવાન નીચે પટકાતા કમકમાટીભર્યું મોત

સુરત : શહેરના સચીનમાં બુધવારે બપોરે પરિચિત સાથે ઝઘડા બાદ યુવાન પડી જતા તેને લારીમાં લઇ જવાતો હતો પણ  તે લારીમાંથી પણ નીચે પટકાતા મોતને ભેટયો હતો.

પ્રાપ્ત વિગત મુજબ સચીન વિસ્તારમાં શિવનગર સોસાયટીમાં રહેતો 32 વર્ષીય અજય રામવિલાશ નિશાદનો બુધવારે બપોરે ઘર પાસે ઉમેશ નામના યુવક સાથે ઝઘડો થયો હતો. જેમાં તે નીચે પડી જતા ઉભો થઇ શક્યો ન હતો. તેથી તેને લારીમાં પરિચિત વ્યકિતઓ ઘરે લઇ જતા હતા. તે સમયે ઘર નજીક અજય લારીમાં ઉભો થવા જતા  લારીમાંથી નીચે ગટરના લાઇનના ઢાંકણા પર પટકાતા માથામાં ગંભીર ઇજા થઇ હતી. જેથી તેનું ઘટના સ્થળે મોત નીંપજયુ હતુ.પોલીસ સુત્રોએ કહ્યુ કે અજય દારૃના નશામો હતો. પરિચિત વ્યકિત તેને ઉભો કરતો હતો.ત્યારે તેનું બેલેન્સ નહી રહેતા નીચે પડી ગયો હતો.બાદમાં તે લારી માંથી નીચે પટકાતા ગંભીર ઇજા થતા મોતને ભેટયો હતો. તેનું ફોરેન્સીક પોસ્ટમોર્ટમ કરાવતા જાણવા મળ્યુ કે તેના માથામાં ગંભીર ઇજા થતા મોત થયુ હતુ.તે મુળઉતરપ્રદેશના હોમરપુરનો વતની હતો. તેને એક પુત્ર છે. આ અંગે સચીન જી.આઇ.ડી.સી પોલીસે તપાસ હાથ ઘરી છે.

 

(6:00 pm IST)