ગુજરાત
News of Friday, 18th June 2021

મહેસાણામાં 6 મહિના પહેલા કંપનીમાં ફરજ બજાવતા એન્જીનીયર સાથે મિત્રતા કેળવી વિશ્વાસમાં લઇ ઓનલાઇન છેતરપિંડી આચરનાર વિરુદ્ધ ગુનો દાખલ

મહેસાણા: શહેરના પાલાવાસણા ખાતે રહેતા અને હાલમાં આસામ ઓએનજીસીમાં એક્ઝીક્યુટીવ એન્જીનીયર તરીકે ફરજ બજાવી રહેલા શરદચંદ્ર રામવિલાસ સક્સેનાના ફેસબુક એકાઉન્ટ ઉપર તા.૨-૧-૨૦૨૧ના રોજ ર્ડા.પુગેલ રોઝ નામની અજાણ્યા વ્યક્તિની ફ્રેન્ડ રીકવેસ્ટ આવી હતી. વિદેશી હોવાથી તેમણે સ્વીકારી હતી અને ત્યારબાદ તેમની વચ્ચે વોટ્સએપ થકી વાતચીત શરૃ થતાં મિત્રતા થઈ હતી. તે દરમિયાન ર્ડા.પુગેલ રોઝે તેઓને પૈસાદાગીના અને કપડાંનું પાર્સલ મોકલેલ છે. તેને છોડાવી લેજો તેવો મેસેઝ આપ્યો હતો. જેથી શરદચંદ્ર તેની વાતોમાં આવી જતાં પાર્સલ છોડાવવા માટે તેમણે જુદા જુદા બેન્ક એકાઉન્ટમાં ટુકડે ટુકડે ઓનલાઈન બેકીંગના માધ્યમથી રૃ.૨૮૯૦૫૯૩ની રકમ જમા કરાવી હતી. તેમછતાંય તેઓને પાર્સલ નહી મળતાં પોતાની સાથે ઓનલાઈન છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં છેવટે તેમણે મહેસાણા સાઈબર અરજી કરતાં તાલુકા પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

(6:03 pm IST)