દેશના પ્રથમ મહિલા આઈપીઍસ કિરણ બેદી રાજકોટ જેલની મુલાકાતે
દિલ્હી તિહાર જેલના મુખ્ય વડા બાદ હવે પૂર્વ વડા અને પોîડીચેરીના પૂર્વ લેફ.ગવર્નર અદ્દભુત કાર્યવાહી નિહાળશે ઃમહત્વના કાર્યક્રમ દરમિયાન લોકપ્રિય ભજીયા, ફર્નિચર ઉદ્યોગ, કેદીઅો દ્વારા ચાલતા રેડીઅો સ્ટેશનથી
ગુજરાત જેલ વડા ડો.કે.ઍલ.ઍન.રાવ, જેલ સુપ્રિ. બન્નોબેન જાષી ટીમ વાકેફ કરાવશે
રાજકોટ, તા.૧૮: ગુજરાતની જેલોમાં જેલ મૂકતી બાદ કેદીઓને આત્મનિર્ભર બનાવવા ચાલતા જબરજસ્ત અભિયાનની નોંધ હવે રાષ્ટ્રિયલેવલે લેવામાં આવી રહી છે, ગઈ કાલે તિહાર જેલના ડાયરેકટર જનરલ સંદીપ ગોયેલ ટીમ દ્વારા અમદાવાદ સેન્ટ્રલ જેલની મુલાકાતના પગલે પગલે તિહાર જેલના પૂર્વ વડા ભારતના પ્રથમ મહિલા આઇપીએસ અને પોંડિચેરી રાજ્યના લેફ.ગવર્નર આજે સાંજે રાજકોટ જેલની મુલાકાતે આવી રહ્યા હોવાથી રાજકોટના મહિલા જેલ સુપ્રિ. બન્નોબેન જોષી ટીમ દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
કિરણ બેદીની સાથે સાથે ગુજરાતની જેલમાં રોજગારી અને લોકડાઉન સમયે પણ કરોડો રૂપિયાનું ટર્ન ઓવર જાળવવામાં સફળ બનવા સાથે ગુજરાતને રાષ્ટ્રિય લેવલે એવોર્ડ અપાવવામાં જેનો સિંહફાળો છે તેવા ગૂજરાતના મુખ્ય જેલ વડા ડો.કે. એલ.એન.રાવ પણ ઉપસ્થિત રહેનાર હોવાનું રાજકોટ જેલના સૂત્રો જણાવે છે. અત્રે યાદ રહે કે ઇન્ડિયન વિઝન ફાઉન્ડેશન દ્વારા આ કાર્યક્રમ રાજકોટ જેલ ખાતે સાંજે યોજાઇ રહ્યો છે.
અત્રે એ યાદ રહે કે દેશભરની જેલ સુધારણા માટે સુપ્રીમ અદાલત દ્વારા એક વિશેષ કમિટી પણ નીમવામાં આવી છે, જે અંતર્ગત ગુજરાતની જેલ સુધારણા કામગીરીની તિહાર જેલના વડા દ્વારા ખૂબ પ્રસંશા થયેલ. કેદીઓના અભ્યાસ કાર્યને સરળ બનાવવા માટે જાણીતા મહિલા શિક્ષણવિદ ડો.ઇન્દુ રાવ પણ સહયોગ આપી રહ્યા છે .રાજકોટ જેલમાં પણ લોક પ્રિય ભજીયા, બેકરી, વિવિધ ફર્નિચર ઉદ્યોગ કાર્ય જેલ સુપ્રિ. બન્નોબેન જોષી ટીમ દ્વારા ચાલી રહ્યુ છે. કેદીઓ માટે ખાસ રેડિયો સ્ટેશન કે જે કેદીઓ દ્વારા સંચાલન થાય છે તે બધી બાબતોથી કિરણ બેદીને માહિતગાર કરવામાં આવનાર છે.