વડોદરામાં નરેન્દ્રભાઇ મોદીના સભા સ્થળે મહિલા કાઉન્સિલર હેમાશી ઠક્કર વડાપ્રધાનના પ્રિન્ટ આઉટવાળો ડ્રેસ પહેરીને પહોંચ્યા
‘સુ-સ્વાગત મોદીજી' લખેલી પ્રિન્ટવાળો ડ્રેસ આકર્ષણનું કેન્દ્ર બન્યો
વડોદરા તા. ૧૮ : વડોદરા શહેરમાં લાખો લોકો જેની રાહ જોઇને બેઠા હતા તેની આતુરતાનો અંત આવ્યો હતો. મોદીને જોવા માટે લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે અંદાજે ૫ લાખ જેટલા લોકો એકઠા થયા હતા. મોદીને જોવા માટે નાના બાળકોથી લઇને વડીલો તમામ લોકો આવી પહોંચ્યા હતા. મોદીને આવકારવા માટે લોકોમાં ગજબનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સવારથી જ સભા સ્થળ પર લોકો ઉમટી પડ્યા છે. તેમાં વળી અલગ-અલગ ડ્રેસ પહેરીને લોકોના આર્કષણનું કેન્દ્ર પણ બન્યા હતા. તેમાંના એક છે વડોદરાનાં મહિલા કાઉન્સિલર હેમીશા ઠક્કર. જેઓ વડાપ્રધાન મોદીના સભા સ્થળે મોદીની પ્રિન્ટઆઉટવાળો ડ્રેસ પહેરીને આવ્યા હતા.
મળતી માહિતી મુજબ આજે લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે વડાપ્રધાન મોદીને જોવા માટે સત્તા પક્ષનાં નેતાઓ અને કાર્યકર્તાઓની સાથે લાખો લોકો આવી પહોંચ્યા હતા. જેમાં વડોદરા શહેરનાં ભાજપના વોર્ડ નંબર છના મહિલા કાઉન્સિલર હેમીશા ઠક્કર મોદીની પ્રિન્ટવાળો ડ્રેસ પહેરીને આવ્યા હતા. વડાપ્રધાન મોદીના ફોટા સાથે સુસ્વાગત મોદીજી લખેલી પ્રિન્ટવાળો ડ્રેસ પહેરીને હેમાંશી ઠક્કરે સૌ કોઇનું ધ્યાન ખેંચ્યુ હતુ. આ પહેલા પણ મોદીના કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીની પ્રિન્ટવાળો ડ્રેસ પહેરીને ગયા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે ૫૬ મહિના પછી વડાપ્રધાન મોદી વડોદરાનાં મહેમાન બન્યા છે ત્યારે સૌ કોઇ તેઓને જોવા માટે આતુર બન્યા હતા. જૂના એરપોર્ટથી લઇને મોદીના સ્વાગત માટે લોકો એકઠા થઇ ગયા હતા. લેપ્રસી ગ્રાઉન્ડમાં તો માનવ મહેરામણ ઉમટી પડ્યુ હતુ.