વડોદરા:બે સંતાનની માતાએ અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા 6 શખ્સોની ધરપકડ
વડોદરા: બે સંતાનની માતાને માર મારી તેનો વીડિયો સમાજના વોટ્સએપ ગૃપમાં મૂકવામાં આવતા મહિલાએ આપઘાત કરી લીધો હતો.આ કેસમાં રાવપુરા પોલીસે છ મહિલાની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા તમામને જેલમાં મોકલી આપવામાં આવી છે.
રાજમહેલ રોડ પર રહેતા વેપારીની પુત્રી પતિ સાથે અણબનાવ થતા બે સંતાનો સાથે પિયરમાં રહેવા આવી ગઇ હતી.તેના પર આડાસંબંધનો વહેમ રાખી બકરાવાડી ચૂનારા વાસની મહિલાઓએ ભેગા થઇને માર માર્યો હતો.અને તે અંગેનો વીડિયો સમાજના ગૃપમાં વાયરલ કર્યો હતો.તેના કારણે મહિલાએ બદામડી બાગ પાસે ગત તા.૨૬ મી મે ના રોજ ઝેર પીને આપઘાત કરી લીધો હતો.જે અંગે તેના પિતાએ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.પી.આઇ.આર.બી.ચૌહાણે આ ગુનામાં સામેલ (૧) દિવ્યાબેન સચિનભાઇ ચૂનારા (૨) સંતોકબેન નીતિનભાઇ ચૂનારા (૩) દિવ્યાની મમ્મી મીનાબેન ચૂનારા (૪) દિવ્યાની ભાભી રૃપાબેન ચૂનારા (૫) દિવ્યાની બહેન અને (૬) ગીતાબેન ચૂનારાની ધરપકડ કરી છે.