News of Saturday, 18th September 2021
આઈપીએસ સ્કુલ ખાતે એ.ડી.સી બેંકના સહયોગથી વૃક્ષારોપણ કરવામાં આવ્યું
(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ :વિરમગામની જાણીતી શૈક્ષણીક સંસ્થા ઇન્ડિયન પબ્લિક સ્કૂલ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના 71માં જન્મદિવસ નિમિત્તે ઇન્ડિયન પબ્લિક સ્કૂલ અને અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેંકના સહયોગથી આઈ.પી.એસ સ્કૂલના પટાંગણમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં ઇન્ડિયન પબ્લિક સ્કુલ ના શિક્ષકો વિદ્યાર્થીઓ અને એ.ડી.સી બેન્કના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા
(7:41 pm IST)