News of Wednesday, 18th November 2020
કલીમકવાણા ગામમાં નવા વર્ષના દિવસે સાદું ભોજન બનાવનાર પત્નીને મારનાર પતિ સામે ફરિયાદ
(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નાંદોદ તાલુકાના કલીમકવાણા ગામમાં નવા વર્ષના સારા દિવસે દિનેશભાઈ ગોવિંદભાઇ તડવીએ પત્નીને જમવાનું શું બનાવેલ છે તેમ કહેતા પત્નીએ બાજરીના રોટલા તથા બટાકાનું શાક બનાવ્યું છે તેમ જણાવતા પતિ નવા વર્ષના દિવસે આવું જમવાનું બનાવ્યું છે.તેમ કહી પોતાની પત્નીને માર મારવા લાગેલ જેથી આ કામની માતા કમળાબેન વચ્ચે પડી છોડાવવા જતા ઇટ માથામાં મારી ઇજા પહોંચાડી તથા બંનેને જાનથી મારી નાખવાની ધમકી આપતા રાજપીપળા પોલીસે ગુનો દાખલ કર્યો છે
(9:49 pm IST)