અમદાવાદમાં વિદેશી યુવતીને જાહેરમાં છેડતી કરનાર રોમિયો વિરુદ્ધ પોલીસ ફરિયાદ
અમદાવાદ:શહેરમાં નવા વર્ષની શરૂઆતમાં અનેક પ્રકારની ગંભીર ઘટનાઓ બની. ચાર-ચાર જેટલા ફાયરિંગના કિસ્સા બનતા તેના વીડિયો વાયરલ થયા અને હવે તો જાહેર રોડ પર એક યુવતીની છેડતી થઇ. આ જ ઘટનાઓ શહેર પોલીસ દિવાળીમાં આરામમાં હોવાની ચાડી ખાય છે. સેટેલાઇટની આ ઘટનાથી ફરી સવાલો ઉભા થઇ રહ્યા છે કે, અમદાવાદમાં મહિલા કે કિશોરીઓ સુરક્ષિત નથી.
મૂળ નાગાલેન્ડની અને હાલ રામદેવ નગર ખાતે રહેતી 25 વર્ષીય યુવતી તેના ફિયાન્સ સાથે ભાડે રહે છે. નવી નોકરીના પહેલા દિવસે તે નોકરીએ ગઈ અને પરત ફરી ત્યારે તેના ઘર પાસે આવી હતી. ત્યારે જ રામદેવનગર ચાર રસ્તા તરફ જવાના રોડ ઉપર સાંઈબાબા મંદિર પાસે પહોંચી ત્યારે એક છોકરો તેની પાસે આવ્યો હતો અને બાદમાં આ યુવતીના પ્રાઇવેટ પાર્ટ પર હાથ લગાવી છેડતી કરી હતી. યુવતીએ બૂમાબૂમ કરતા યુવક ત્યાંથી ભાગવાનો પ્રયાસ કરતો હતો, જોકે લોકોએ આ યુવકને પકડી સેટેલાઇટ પોલીસને સોંપ્યો છે. સેટેલાઈટ પોલીસે વિઠ્ઠલ રાઠોડ નામના છેડતીબાજની ધરપકડ કરી છે.