ગુજરાત
News of Thursday, 18th November 2021

એક વર્ષથી પ્રોહી.ના ગુનામાં નાસતા,ફરતા આરોપીને નાનાસુકાઆબા ગામેથી ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ નર્મદા

 (ભરત શાહ દ્વારા)રાજપીપળા : હિમકરસિંહ પોલીસ અધિક્ષક નર્મદાની સુચના અને માર્ગદર્શન મુજબ નર્મદા જીલ્લાના તેમજ આજુ - બાજુ ના જીલ્લાના નાસતા - ફરતા આરોપીઓને પકડી પાડવા સારૂ સુચના મળતા તેમને રહેણાક તથા આશ્રયસ્થાનો તથા ખાનગી બાતમીદારોથી પકડવાની કામગીરી કરવાની સુચના કરતા પેરોલ ફર્લો સ્કોડના પો.સ.ઈ.એસ.એમ. રાઠવા.એ જીલ્લાના ગુનાના કામે નાસતા ફરતા આરોપી ઓની કેસ ડાયરીઓનો અભ્યાસ કરી ટેકનિકલ સર્વેલન્સ તેમજ ખાનગી બાતમીદારથી બાતમી મેળવી પેરોલ - ફર્લો સ્કોર્ડના 2 પોલીસ સ્ટાફના માણસો દ્વારા દેડીયાપાડા પો.સ્ટે.ના પ્રોહી.ગુનામાં નાસતો - ફરતો રાજેન્દ્રભાઈ જશવંતભાઈ વસાવા (ઉ.વ .૨૪ ) ( રહે.નાનાસુકાઆબા પટેલ ફળીયા તા.દેડીયાપાડા જી - નર્મદા)ને ખાનગી બાતમીદાર મારફતે તેના નિવાસ સ્થાનેથી પકડી પાડી આગળની કાર્યવાહી કરવા માટે દેડીયાપાડા પોલીસ સ્ટેશન ખાતે સોપવાની કાર્યવાહી કરવામાં આવી છે.

(10:33 pm IST)