ગુજરાત
News of Thursday, 18th November 2021

ભાજપ સાંસદ મનસુખભાઈ વસાવા આદિવાસીઓને જાગૃત કરવા જંગલો ખૂંદી વળ્યાં

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : ગરીબ, પીડિત અને વંચિત લોકો તથા આદિવાસીઓના વિકટ પ્રશ્નોના નિરાકરણ માટે હરહંમેશ તત્પર રહેતા ભરૂચ લોકસભાના સાંસદ મનસુખભાઈ વસાવા અંતરિયાળ વિસ્તારોમાં રહેતા આદિવાસીઓને જળ, જંગલ અને વનસૃષ્ટિ બચાવવા માટે જાગૃત કરવાનું બીડુ ઝડપ્યું છે.તેઓએ નર્મદા જિલ્લાના ખુટાઆંબા, જુનારાજ, ઝરવાણી, ધીરખાડી, બારાખાડી, કમોદીયા સહિતના ગામોમાં જઈ આદિવાસીઓએ વન શ્રુષ્ટિ બચાવવા માટે જન જાગૃતિ ના કાર્યક્રમો કર્યા હતા.

અંતરિયાળ વિસ્તારોમાં રહેતા લોકોમાં હજુ પણ ઘણી બધી ગેર માન્યતાઓ અને ગેરસમજ રહેલી છે.ત્યારે એ ગેરમાન્યતાઓ દૂર થાય અને આદિવાસીઓ શિક્ષિત બને, દેશના વિકાસમાં સહભાગી થાય તથા રાષ્ટ્રીય પ્રવાહમાં જોડાય એ માટે ભાજપ સાંસદ મનસુખભાઈ વસાવા નર્મદા જિલ્લાના ખુટાઆંબા, જુનારાજ, ઝરવાણી, ધીરખાડી, બારાખાડી, કમોદીયા સહીત અંતરિયાળ જંગલ વિસ્તારના ગામો ખૂંદી વળી આદિવાસીઓને જાગૃત કર્યા હતા.
મનસુખ ભાઈ વસાવા એ ગ્રામજનોને જાગૃત કરતા જણાવ્યું હતું કે વનસૃષ્ટિ આદિવાસીના જીવન સાથે સંકળાયેલી છે, વનમાંથી આદિવાસીઓનું જીવન ગુજરાન થાય છે.જ્યાં આદિવાસી સમાજ વર્ષોથી જંગલની જમીન ખેડતા હતા. જ્યાં જમીનના હક આપવાનું કામ ભાજપ સરકારે કર્યું છે.ફોરેસ્ટ વિલેજની અંદર હજી જે લોકો ને અધિકાર આપવાના બાકી છે.એમને પણ પુરાવાના આધારે જમીન મળશે,હવેથી નવા વૃક્ષો ઉગાડવા એની જાળવણી કરવી અને જે વૃક્ષો છે.એનું જતન કરવું .જો આમ કરવામાં નહીં આવે તો ભવિષ્યમાં વનો નો નાશ થશે.પશુ ધન ,ઘાસચારો પણ નહીં મળે ,ઘર બાંધવાના લાકડા ,કે ઘરના સમારકામ કરવાના લાકડા પણ નહી મળે જેથી નવા વૃક્ષો વાવો અને વન નું રક્ષણ કરો.આદિવાસી સંસ્કૃતિના આસ્તિત્વ ખૂબ જરૂરી છે.ફોરેસ્ટ વિલેજના ગામોમાં સરકારે રોડ, રસ્તા, પીવાનું પાણી અને સિંચાઇની સુવિધા ગુજરાત પેટન યોજના માંથી પુરી પાડી છે.હજુ પણ જો ગામમાં સિંચાઈ માટે નહેરનું પાણી નથી મળતું .તેવા ગામોને સિંચાઇના હેતુ માટે બોર અને મોટરની સુવિધા પૂરી પાડવામાં આવશે .
શિક્ષણનું સ્તર ઊંચું લાવા માટે બાલ-મંદીર પ્રાથમિક શિક્ષણ સુધી શિક્ષણ ગુણવત્તા વાળું મળે તે માટે વાલી અને ગ્રામજનો એ પણ કાળજી રાખવી જરૂરી છે. આવનાર સમયમાં ફોરેસ્ટ વિલેજ સંપૂર્ણ સુવિધાથી સરકાર સજ્જ કરશે.
મનસુખભાઇ વસાવા આગામી સમયમાં જિલ્લાના અન્ય ફોરેસ્ટ વિભાગના ગામોમાં આવીજ રીતે જન જાગૃતીના કાર્યક્રમો થકી આદિવાસીઓને જાગૃત કરી વિકાસની કેડી સાથે જોડવાના પ્રયત્નો કરશે.

(10:25 pm IST)