ગુજરાત
News of Thursday, 18th November 2021

પાંચપીપરી ગામના યુવાને ઝેરી દવા પી લેતા સારવાર દરમ્યાન મોત નીપજ્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના પાંચપીપરી ગામના એક યુવાને ઝેરી દવા પી જતા સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.
મળતી માહિતી અનુસાર મરનાર રાહુલ વિનોદભાઇ વસાવા(ઉ.વ.-૨૫) ( રહે.પાંચપીપરી, તા.સાગબારા, જીલ્લો નર્મદા) એ તા.૧૩/૧૧/૨૦૨૧ ના 1.00 વાગે કોઇ ઝેરી દવા પી જતા પ્રથમ સારવાર રાજપીપલા જનરલ હોસ્પીટલમા કરાવી વધુ સારવાર માટે એસ.એસ.જી. હોસ્પીટલ વડોદરા સારવાર માટે દાખલ કરતા સારવાર દરમ્યાન તેનું મોત થતા સાગબારા પોલીસે અકસ્માત મોત દાખલ કરી છે.

(10:27 pm IST)