ગુજરાત
News of Thursday, 18th November 2021

લગ્નોમાં હવે ચણિયાચોળી અને શેરવાની ભાડે લેવાનો ટ્રેન્ડ

૪૦૦૦ થી લઇને ૧૫,૦૦૦ સુધીનું ભાડુ ચૂકવાય છે

સુરત, તા.૧૮: દેવઉઠી એકાદશીને સાથે જ શહેરમાં લગ્નની મોસમ જામી છે. ગયા વર્ષે કોરોના કારણે ઘણા ખરા લોકોએ લગ્ન ઓછા લોકોમાં અથવા ઘણા લોકોએ મુલતવી રાખ્યા હતા. તો હવે કમુરતાં પૂરાં થતાં શહેર માં લગ્નની તૈયારીઓ કરી દીધી છે. છેલ્લા કેટલાક સમયથી શહેરમાં લગ્નો માં ચણીયા ચોલી ,શૂટ અને શેરવાની ભાડે લેવાનો ટ્રેન્ડ ચાલ્યો છે. જેના કારણે હવે લોકો તૈયાર ચણિયાચોળી લેવાનું ટાળતા હોય છે. કારણ કે લોકોને પોતાના બજેટમાં સારા એવા ચણિયાચોળી અને શૂટ ભાડે મળી જતા હોય છે.

થોડા વરસો પહેલા લગ્ન નક્કી થાય એટલે તરતજ છોકરો હોય કે છોકરી તેઓ લગ્નના દિવસે શું પહેરશે તેની પસંદગી માં લાગી જતા હતા.તેઓ દરજીને શેરવાની અને ચણીયા ચોળી સીવડાવવા આપી દેતા અને કયાં તો પછી ફેમિલી અથવા મિત્રો જોડે જઈને શોપિંગ કરી આવતા પરંતુ સમય ની સાથે સાથે ટ્રેન્ડ બદલાયો અને જે શેરવાની ૬ મહીંના પહેલા સીવડાવવા માં આવતી હવે તે સીવડાવવાના બદલે લોકો ભાડે લેતા થઇ ગયા દુલ્હન ના કપડાથી માંડી ને તેની સાથે પહેરવાના ઘરેણા પણ હવે તો ભાડે મળે છે.અને લોકો પણ હવે ભાડે લેવાનું જ પસંદ કરે છે.લગ્ન ની શેરવાની ૩૦૦૦ રૂપિયાથી માંડી ને ૨૦૦૦૦ સુધી માં મળી જાય છે.

જયારે દુલ્હન ની ચણીયા ચોળી પણ ૨૦૦૦ થી લઇ ને ૧૫,૦૦૦ સુધી માં ભાડે મળી રહે છે. શેરવાની ભાડે આપનાર મુકેશભાઈએ કહ્યું કે છેલ્લા કેટલાક સમયથી લગ્નમાં કપડાનો ટ્રેન્ડ બદલાયો છે .મારે ત્યાં તૈયાર પણ કપડાં મળે છે અને હું ભાડે પણ કપડાં આપું છું. કારણકે હવે લોકો કપડા સીવડાવવા કે તૈયાર લેવાના બદલે ભાડે લેવાનું વધુ પસંદ કરતાં હોય છે. જેના કારણે અત્યારે લગ્ન સિઝન દરમિયાન ભાડે કપડાં આપનાર નો ધંધો ખુબ જ સારો ચાલતો હોય છે.

ભાડે કપડાં લેવાના મુખ્ય કારણોમાં કે એક તો કપડાં બજેટ માં આવી જાય છે.લોકો ને પસંદગી માટે અલગ અલગ ઓપ્શન છે.સાથે જ મેચિંગ મોઝડી અને પાઘડી પણ મળે છે. મારે ત્યાં ૪૦૦૦ થી ૧૫,૦૦૦ સુધી ની શેરવાની ભાડે મળે છે અને તેનું ભાડું દિવસમુજબ હોય છે. એક જ દિવસ નું ભાડું ૪૦૦૦ પણ હોય શકે છે અને ૧૫૦૦૦ પણ હોય શકે છે.તમે કેવી શેરવાની પસંદ કરો છો તેના પર ભાડું નક્કી થાય છે.જો બે દિવસ શેરવાની લેવાની હોય તો એ મુજબ ભાડું નક્કી થશે.

આ અંગે શિવાની સોની કહે છે કે 'લગન માં ચણીયા ચોળી ખરીદવા જાવ કે તેયાર કરાવડાવો તેનો ખર્ચો જ મોંઘો પડી જાય છે.એક તો તેની શરૂઆત જ ૫૦૦૦ થી થાય છે.અને થોડા હેવી લો તો તેની કિંમત ૧૦,૦૦૦ રૂપિયા થી લઇ ને ૮૦,૦૦૦ સુધી પણ હોય છે.પરંતુ આ ચણીયા ચોળી માત્ર લગ્ન ના એક જ દિવસ પહેરવામાં આવે છે.

જયારે તેને બીજીવાર પહેરી શકાતા નથી કારણ કે તે ખુબજ હેવી હોય છે.અને તેને સાચવવા પણ અઘરા હોય છે,દ્યણા લોકો લાખ લાખ રૂપિયાના ચણીયા ચોળી પણ કરાવડાવે છે.એ તો જેવો જેનો શોખ. પરંતુ ૨૦,૦૦૦ કે તેનાથી મોંઘા ચણીયા ચોળી દિવસ ના ૩૦૦૦ કે ૧૫૦૦૦ ના ભાડા માં જ મળી જતા હોય તો સારું જ છે.

વળી તેની સાથે મેચિંગ જવેલેરી પણ ભાડે આપનાર પાસે જ મળી જાય છે.જો કે જવેલેરી નું ભાડું ૨૦૦૦ સુધી હોય છે.પંરતુ આ તમામ વસ્તુ પોષાય તેમ છે.તેથી હવે મોટાભાગના લોકો ભાડે જ ચણીયા ચોળી લેતા હોય છે. અને હવે તો દુલ્હનના ઘરના અન્ય સભ્યો પણ કપડાં ભાડે જ લઈ લેતા હોય છે.

(10:44 am IST)