ગુજરાત
News of Thursday, 18th November 2021

કોંગ્રેસના શાસનમાં કોઇ ચોક્કસ લોકોને જ પદ્મશ્રી ઓવોર્ડ મળતા:સી.આર.પાટીલ

પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ”ખાતે પ્રદેશ કારોબારી બેઠક પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં યોજાઇ

ગાંધીનગર :ભાજપની પ્રદેશ કારોબારીમાં પદ્મ એવોર્ડથી સન્માનીત થયેલા મહાનુભાવાને  સન્માનીત કરવામાં આવ્યા છે તે આપણા માટે ગૌરવની વાત છે. કોંગ્રેસના સમયમાં આવા એવોર્ડ ઘણા લોકોને મળ્યા પણ એક પાર્ટી દ્વારા તેમનું સન્માન થયું નથી, કોંગ્રેસની કોઇ કાર્યકારણીમાં તેમનું સન્માન થયું હોય તેવો કોઇ દાખલો નથી અને કોંગ્રેસના સમયે કોઇ ચોક્કસ લોકોને જ પદ્મશ્રી ઓવોર્ડ મળતા હતા પરંતુ નરેન્દ્રભાઈ  મોદી વડાપ્રધાન બન્યા પછી આપણા દેશના જે લોકો વિશિષ્ટ કામગીરી કરે છે તેવા લોકોને પદ્મશ્રી એવોર્ડ માટે પંસદગી કરી છે ત્યારે દેશના લોકો પણ આશ્ચર્ય પામે છે અને યોગ્ય વ્યકિતને એવોર્ડ મળે છે.

ગાંધીનગર પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ” ખાતે આજે યોજાયેલી પ્રદેશ કારોબારી બેઠકમાં પાટીલે વધુમાં જણાવ્યું કે આપણી પેજ કમીટીના કાર્યોથી પ્રોત્સાહીત થઇ અન્ય રાજયોમાં પણ ભાજપ દ્વારા પેજ કમીટીનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે સાથે ગુજરાતભરમાં 30મી નવેમ્બર સુધીમાં પેજ કમીટીનું કામ પુરુ થાય તે જોવા હાકલ કરી હતી. પેજ કમીટી આવનાર ચૂંટણીમાં કેવી રીતે પક્ષને ઉપયોગી નીવડશે તે અંગે માહિતી આપી હતી. કેન્દ્ર સરકાર અને રાજય સરકારની વિવિધ યોજનાનો લાભ જે તે લાભાર્થીને અપાવવા ખાસ વિનંતી કરી હતી.

તેમણે વધુમાં જણાવ્યું કે દરેક કાર્યકરે પોતે ચૂંટણી લડવાની છે તેમ માનીને તૈયારીઓ શરૂ કરે. ભાજપના કાર્યકરો પેજ સમીતીના સદસ્યો બનાવવા લોકોના ઘરે ઘરે જાય તો તેમને આવકાર મળે છે પરંતુ કોંગ્રેસના કાર્યકરો જ્યારે પ્રજા વચ્ચે જાય છે તો તેમને જાકોરો મળે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રજાલક્ષી નીતીઓને કારણે જ લોકો મત આપે છે અને વધુમાં વધુ લોકો પેજ સમીતીના સભ્યો બનવા ઇચ્છે છે.

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં વધુમાં જણાવ્યું જણાવે છે કે, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલે જણાવ્યું કે આજે આઝાદીનાં 75 વર્ષે પણ વડાપ્રધાને જે કાર્યક્રમો અને અભિયાન જેવા કે સ્વચ્છતા અભિયાન, શૌચાલય, ઘરનું ઘર, દરેક ઘરમાં વીજળી જેવી પ્રાથમિક સુવિધાના કાર્યક્રમો અને યોજનાઓ બનાવી પડી છે. પ્રાથમિક સુવિધાના અભાવ સાથે દેશે આગળ વધવું પડ્યું હતું. પ્રાથમિક સુવિધાઓને પરિપૂર્ણ કરવા માટે 2014થી બધા અભિયાન ઉપડ્યા છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમના નિખાલસ અંદાજમાં જણાવ્યું કે આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીના એક આહવાનથી જ્ઞાતિ જાતિ ધર્મ ભૂલીને સમગ્ર દેશ આગળ વધી રહ્યો છે, સમગ્ર દેશને આગળ વધારવા નમ્ર પ્રયાસ કરી રહ્યો છે. તાજેતરમાં યોજાયેલ ક્લાયમેટ ચેન્જ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત દેશનો વર્ષ 2070 સુધીનો નેટ ઝીરો કાર્બન ન્યુટ્રાલીટીનું જે લક્ષ્યાંક આપ્યું છે તે સંદર્ભે વાત કરતાં જણાવ્યું કે વડાપ્રધાને ભાજપના કાર્યકર્તાઓને 2070 સુધીનું લક્ષ્યાંક આપી દીધું છે, હવે કાર્યકર્તા તરીકે આપણી સૌની સામૂહિક જવાબદારી છે કે આપણે 2070 સુધીના લક્ષ્યાંકને પરિપૂર્ણ કરવું જોઈએ. સંગઠનમાં ગુજરાત પ્રદેશ નંબર વન છે અને વર્ષ 2070 સુધી નંબર વન રહેવાનું છે તેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું.

પ્રદેશ મહામંત્રી રજની પટેલ આગામી સમયમાં પક્ષ દ્વારા યોજાનાર મહત્વપૂર્ણ કાર્યક્રમ “હર ઘર દસ્તક” અંતર્ગત પહેલી ડિસેમ્બરથી સમગ્ર રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના બુથ સમિતિના કાર્યકર્તા તેમજ પેજ સમિતિના કાર્યકર્તા દરેક ઘરની મુલાકાત લઇ અને વેક્સિનેશનની પ્રક્રિયાની માહિતી મેળવશે, તેમજ જેમનું વેક્સિનેશન હજુ સુધી બાકી છે તેમને તંત્ર સાથે રહીને સુપેરે પૂરી પાડશે, આમ ભાજપનો કાર્યકર દરેક ઘરની મુલાકાત લઇ રાજ્યના નાગરિકોની સાર સંભાળ લેશે, તેમના તબિયત વિશે જાણકારી મેળવશે અને તેમના વેક્સિનને લઇને કોઇ પણ પ્રશ્નોનો તેનો નિકાલ કરવામાં આવશે.

રજની પટેલે જણાવ્યું કે સમગ્ર રાજ્યમાં 92% થી વધુ નાગરિકોને વેક્સિનનો પ્રથમ ડોઝ અપાઇ ચૂક્યો છે અને 61% જેટલા નાગરિકોને વેક્સિનનો બીજો ડોઝ પણ અપાઇ ચૂકયો છે આમ જોવા જઈએ તો સરેરાશ 77 ટકા જેટલા નાગરિકોને વેક્સિનેશન અપાઇ ચૂકી છે. રાજ્યના 8 મહાનગર પૈકી 6 મહાનગરોમાં વેક્સિનેશનની સો ટકા કામગીરી પૂર્ણ થયેલ છે અને કર્ણાવતી મહાનગર તેમજ જામનગર મહાનગરમાં પણ નજીકના સમયમાં કામગીરી પૂર્ણ કરવામાં આવશે. સમગ્ર રાજ્યના 16000 ગામડાઓમાં 100% વેક્સિનેશનનું કાર્ય પૂર્ણ કરી દેવામાં આવ્યું છે.

(11:12 am IST)