ગુજરાત
News of Thursday, 18th November 2021

ગુજરાતમાં ૭પ ટીમો દ્વારા આગામી ૧પ દિવસમાં ઘરે-ઘરે રસીકરણ કરાશે

મંત્રીમંડળની બેઠકમાં બીજો ડોઝ બાકી હોય તેવા ૧૦ લાખ લોકોને રસી મુકવા વ્યવસ્થા કરાઇ : રાજય સરકારના પ્રવકતા શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણીએ માહિતી આપી

ગાંધીનગર, તા. ૧૮ :  ગુજરાતની જનતાને કોરોનાથી સુરક્ષીત કરવા માટે વેકસીન અમોધ શસ્ત્ર સાબીત થઇ રહ્યું છે. તેવામાં કેન્દ્ર સરકારે ''હર-ઘર દસ્તક'' અભિયાનનો પ્રારંભ કર્યો છે. જેમાં ઘરે-ઘરે જઇ રસી મુકવામાં આવી રહી છે.

આ અભિયાન અંતર્ગત રાજયમાં આગામી ૧પ દિવસમાં દરરોજ ૭પ૦-૮૦૦ ટીમો બનાવી ૭પ ગામોમાં જઇને રસી મુકાશે. રાજય સરકારના પ્રવકતા અને શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણીએ મંત્રી મંડળની બેઠકમાં થયેલ નિર્ણય અંગે માહિતી આપી હતી.

જીતુભાઇ વાઘાણીએ જણાવેલ કે રાજયમાં આવતા ૯ દિવસમાં ઘરે-ઘરે જઇને વેકસીનેશન કરાશે. જે માટે દરેક જીલ્લાઓમાં ૭પ ટીમો બનાવામાં આવશે અને દરરોજ ૭પ ગામોને આવરી લેવાશે. વધુમાં તેમણે જણાવેલ કે રાજયમાં ૬પ લાખ નાગરિકોને બીજો ડોઝ આપવાનો બાકી હતો, જેમાંથી પપ લાખને બીજો ડોઝ આપવામાં આવેલ છે. બાકીના ૧૦ લાખ લોકોને શોધીને બીજો ડોઝ આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

(2:42 pm IST)