ગુજરાત
News of Thursday, 18th November 2021

કેરળની ઇન્ડિયન નેશનલ લીગ પાર્ટીની ગુજરાતમાં સ્થાપના

વડોદરા : ગુજરાત ઔદ્યોગિક શહેર વડોદરાની એક દિવસની મુલાકાતે આવેલા મૌલાના રાજાણી હસનઅલી રૂહાની ઇરાની ઇમામ બારાની મુલાકાતે આવ્યા હતા. જેમાં તમામે ગુજરાત પ્રાંત માટે ઇન્ડિયન નેશનલ લીગના પ્રમુખ તરીકે મૌલાના રાજાણી હસનઅલી રોહાનીની પસંદગી કરી હતી. જ્યારે પાર્ટીના ઉપપ્રમુખ રાજાણી હુસૈનઅલી અકબરઅલીના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને હૈદર અલી બાબુભાઇ સેક્રેટરી અને  યાસીનઅલીને જોઇન્ટ સેક્રેટરી પસંદ કરવામાં આવ્યા છે. પ્રવકતામાં મૌલાના ઝરગામ હૈદર અને ટ્રેડ યુનિયનના પ્રમુખ ઝહીર અબ્બાસ જલાલી ચૂંટાયા છે.

(2:43 pm IST)