ગુજરાત
News of Thursday, 18th November 2021

રાજયમાં કમોસમી વરસાદઃ ખેડુતોમાં ચિંતાના વાદળો

હવામાન વિભાગની આગાહીને પગલે બનાસકાંઠાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો..આકાશ માં વાદળો છવાયા છે..ત્યારે કમોસમી વરસાદની આગાહીને પગલે ડિઝાસ્ટર વિભાગદ્વારા એલર્ટ રહેવાની  સૂચના આપવામાં આવી છે.  લો પ્રેશરની અસર રાજયમાં હવામાન વિભાગ દ્વારા ૩ દિવસ સુધી હડવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમા સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં સામાન્ય કમોસમી વરાસદ પડી શકે છે. તે સિવાય અમરેલી, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, સોમનાથ, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, અમદાવાદ, તેમજ ગાંધીનગરમાં પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે રાજયમાં આ વર્ષે ચોમાસું લંબાયું હતું સાથે જ અતિવૃષ્ટિ પણ થઈ હતી. જેના કારણે ખેડૂતોને ભારે નુકશાન થયું હતું ત્યારે હવામાન વિભાગની આગાહી બાદ ગુજરાતમાં કેટલીક જગ્યાએ કમોસમી વરસાદની જોવા મળ્યો છે, તો કેટલીક જગ્યાએ હળવા છાંટા પડતા ખડૂતો  પાકને લઈને ચિંતામાં મુકાઈ ગયા છે. વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોના જીવ તાળવે ચોટયા છે.

જુનાગઢ

જુનાગઢ મેંદરડા વિસ્તારમાં આજે વહેલી સવારે કમોસમી વરસાદ થત માર્ગો પર ખાબોચીયા ભરાય ગયા હતા.

વંથલી તેમજ માળીયા પંથકમાં પણ છાંટા થતા ખેડુતો મુશ્કેલીમાં મુકાય ગયા છે.

અરબી સમુદ્રમાં હવાના હળવા દબાણની સ્થિતી ઉભી થતા ગઇકાલથી સોરઠના હવામાનમાં પલ્ટો આવ્યો છે. ગઇ આખો દિવસ વાદળીયુ વાતાવરણ રહ્યા બાદ આજે વ્હેલી સવારના જુનાગઢમાં ઓંચિતા કમોસમી વરસાદનું ઝાપટું વરસી જતા માર્ગો પર ખાબોચીયા ભાય ગયા હતા.

જુનાગઢમાં સવારના એક મીમી વરસાદ નોંધાયો હતો.

જુનાગઢની સાથે મેંદરડા તેમજ તેના ગ્રામ્ય વિસ્તારોમાં સવારના કમોસમી વરસાદ થયો હતો અને પાંચ મીમી પાણી પડયાનું નોંધાયુ હતું.

જયારે માળીયા હાટીના તેમજ વંથલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદના છાંટા વરસતા માર્ગો ભીના થઇ ગયા હતા.

જુનાગઢ જિલ્લામાં હવામાનમાં પલ્ટો અને કમોસમી વરસાદને લઇ ખેડુતોનેનુકશાન થવાની શકયતા પ્રવર્તે છે.

બીજી તરફ આજે સવારે જુનાગઢનું લઘુતમ તાપમાન વધીનેર૧.૮ ડિગ્રી નોંધાતા ગુલાબી ઠંડી ઘટી ગઇ હતી. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯૦ ટકા અને પવનની પ્રતિ કલાકની ઝડપ પ.૩ કિમીની રહી હતી.

વાંકાનેર

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર પલ્ટાયેલા વાતાવરણને પગલે વાંકાનેરમાં સવારે નવેક વાગ્યે વરસાદી છાંટા વરસતા રોડ રસ્તાઓ પલળી ગયા હતા.

મોડી સવાર સુધી આભમાં ધાબડ છવાયેલુ રહ્યા બાદ છેક મોડી સવારે તડકો જોવા મળ્યો હતો.

હાલના મિશ્ર ઋતુની રોગીષ્ટ હવાને પગલે શહેરમાં ડેન્ગ્યુ સહિત તાવ-શરદીના કેસોનું પ્રમાણ વિશેષ જોવા મળી રહ્યું છે.

મોરબી

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી : હવામાન વિભાગની આગાહી મુજબ મોરબી જીલ્લામાં સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને જીલ્લાના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદી છાંટા વરસ્યા હતા જેને પગલે વાતાવરણ ઠંડુગાર બન્યું છે તો ખેડૂતોમાં પણ ચિતાનો માહોલ જોવા મળી રહ્યો છે

હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે જેને પગલે મોરબી જીલ્લામાં સવારથી વાદળછાયું વાતાવરણ વચ્ચે મોરબી અને માળિયા તાલુકાના ગામોમાં કમોસમી વરસાદી છાંટા પડ્યા હતા તો જીલ્લાના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદી છાંટા પડતા વાતાવરણ ઠંડુગાર બન્યું છે તો ખેડૂતો પણ ચિંતાનો માહોલ ફેલાયો છે અને વધુ વરસાદ પડે તો નુકશાની શકયતાઓ પણ રહેલી છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર :. આજનું હવામાન ૩૧.પ મહત્તમ ૧૭.પ લઘુતમ ૬ર ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૧૧ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી. આજે જામનગરના ધ્રોલ, જોડીયા પંથકનાં લીંબુડા, હડીયાણા, બાદનપર સહિતના ગામોમાં વરસાદ પડયો છે.

ખીરસરા

(ભીખુપરી ગોસાઇ દ્વારા) ખીરસરા : રાજકોટ નજીકનાં ખીરસરા (રણમલજી) માં આજે સવારે વરસાદી છાંટા પડયા હતાં.

આટકોટ

જસદણ તાલુકામાં આટકોટ સહીતપંથકમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને આકાશ મા વાદળો છવાઈ ગયા હતા લોકો ને  ઠંડી નો અહેસાસ થયો હતો રાત્રે વરસાદી છાંટા પડયા હતા   આટકોટ પાંચવડા જંગવડ જીવાપર સહીત વિસ્તારમાં વાદળ છાયા વચ્ચે વરસાદી છાંટા પડયા હતા હવામાન દ્વારા ત્રણ દિવસ વરસાદ ની આગાહી આપવામાં આવી છે.  આજે સવારે થી જ વાદળછાયું વાતાવરણ છવાયું હતું કાલે આખો દિવસ , સૂર્યનારાયણના દર્શન થયા ન હતા ધાબડીયુ વાતાવરણ છવાયું હતું.

(3:35 pm IST)