ગુજરાત
News of Thursday, 18th November 2021

રાધનપુર-ભરૂચ-પાલનપુર પંથકમાં ધોધમાર વરસાદથી ખેડૂતો ચિંતીત

રાજકોટઃ 'અકિલા' ફેસબુક લાઈવના શ્રોતાઓ દ્વારા વરસાદના સમાચાર આપવામાં આવ્યા છે. જેની સંકલિત માહિતી અહીં રજૂ કરાઈ છે.

રાધનપુર આસપાસના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ ચાલુ છે (મહેશભાઈ ચૌધરી).

રાધનપુરમાં ખૂબ જ સારો વરસાદ છે (રાજેશભાઈ આહિર).

પાલનપુરના સલેમપુરા ગામમાં વરસાદ ચાલુ છે (નરેશભાઈ પટેલ).

ભરૂચ જીલ્લાના આમોદમાં વરસાદ વરસી રહ્યો છે (દુષ્યંતભાઈ કનેરીયા).

મોરબીમાં વરસાદી ઝાપટા વરસ્યા છે (મનસુખભાઈ ગોરૈયા).

કચ્છના અંજારમાં માવઠુ વરસ્યુ છે (ગીતા ભટ્ટ).

માણાવદરમાં સવારથી વાદળછાંયુ વાતાવરણ છે (પ્રશાંતભાઈ રૂપારેલીયા).

(4:03 pm IST)