ગુજરાત
News of Thursday, 18th November 2021

ડીસા-ધાનેરા હાઇવે નજીક ડમ્પર ચેકીંગ દરમ્યાન 1 કરોડના ચોરીના ડમ્પર જપ્ત કરવામાં આવ્યા

બનાસકાંઠા:જિલ્લામાં ખનીજ માફીયાઓ બેફામ બન્યા છે. જિલ્લામાં ખનીજ ચોરી થતી હોવાના કિસ્સા અવાર-નવાર પ્રકાશમાં આવતા હોય છે. જેના પગલે ખનીજ ચોરીને અટકાવવા તંત્રએ નક્કર પગલાં હાથ ધર્યા છે. ડીસાના કંસારી નજીક રોયલ્ટીની ચોરી કરતા ઝડપાયેલા ચાર ડમ્પર અંગે બનાસકાંઠા ભૂસ્તરશાી સુભાષ જોશીએ જણાવ્યું હતું કેભુમાફિયાઓ સરકારી ગાડીની અવર જવર પર વોચ  રાખતા હોઇ અમો ખનીજ ચોરી અટકાવવા અને ઝડપી લેવા ખાનગી વાહનોમાં વહેલી સવારે ચેકીંગ અર્થે મોકલવામાં આવે છે . જેમાં ટીમ વહેલી સવારે કંસારી પાસેથી રોયલ્ટી વગર પસાર થતા ચાર ડમ્પરોમાંથી ૧૨૭ ટન જેટલી રેતીનો જથ્થો ઝડપી પાડયો હતો. જે ડમ્પરોને કબજે લઇ ખનીજ ચોરો પાસેથી રૃ.૧૦ લાખનો દંડ વસૂલ કરવા કાર્યવાહી હાથ ધરી છે. 

 

 

(4:51 pm IST)