ગુજરાત
News of Thursday, 18th November 2021

વડોદરા:ગોત્રી-ભાયલી વિસ્તારમાં ગેસની પાઇપ લાઈનમાં લીકેજ થતા ભભૂકેલ આગથી લોકોમાં ભય

વડોદરાઃ ગોત્રી-ભાયલી રોડ વિસ્તારમાં આજે બપોરે ગેસની પાઇપ લાઇન લીકેજ થયા બાદ આગ લાગતાં વાહનચાલકોમાં ગભરાટ ફેલાયો હતો.

ભાયલી પ્રિયા ટોકિઝ જવાના માર્ગે કેનાલ પાસે આજે કચરો સળગતો હોવાથી નજીકમાં લીકેજ થયેલી ગેસલાઇનમાં આગ લાગી હતી.જેથી ફાયર બ્રિગેડ અને ગેસ વિભાગને જાણ કરવામાં આવી હતી.

કોર્પોરેશનની ટીમોએ ગેસ પૂરવઠો બંધ કરી આગ કાબૂમાં લીધી હતી અને  ગેસ લીકેજ બંધ કર્યું હતું.ઉપરોક્ત સ્થળે કોઇએ ખાડો ખોદ્યો હોવાથી ગેસ લાઇન લીકેજ થઇ હતી.જો કે કોણે ખાડો ખોદ્યો હતો તે જાણી શકાયું નથી.

(4:56 pm IST)