ગુજરાત
News of Thursday, 18th November 2021

વિરમગામ પાંજરાપોળ સંસ્થા સંચાલીત વિરપુરવીડમાં અબોલ જીવોને લીલો ચારો ભુસુ, ખોળ તેમજ ૧૦૦૦ કિલો ફ્રુટનું નિરણ કરવામાં આવ્યુ

સ્વર્ગસ્થ હર્ષદરાય ચતુરભાઈ વોરા (ઘી વાળા)ના આત્મશ્રેયાર્થે પરિવારજનો તરફથી જીવદયા માટે ૧.૫ લાખ રૂપીયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : વિરમગામ પાંજરાપોળ સંસ્થા સંચાલીત વિરપુરવીડ (મોટી કુમાદ)માં અબોલ જીવોને લીલો ચારો ભુસુ, ખોળ  તેમજ ૧૦૦૦ કિલો ફ્રુટનું નિરણ કરવામાં આવ્યુ હતુ. વિરમગામ પાંજરાપોળના ટ્રસ્ટી જૈન સંઘના આગેવાન સ્વર્ગસ્થ હર્ષદરાય ચતુરભાઈ વોરા (ઘી વાળા)ના આત્મશ્રેયાર્થે તેમના પરિવારજનો તરફથી જીવદયામાં માતબર રકમનું દાન આપવા માટે તેમજ ગાયોને ઘાસનું નિરણ કરાવવામાં આવ્યુ હતુ. વિરમગામ પાંજરાપોળ સંસ્થાને ૧.૫ લાખ રૂપીયાનો ચેક પણ અર્પણ કરવામાં આવ્યો હતો. વિરમગામ પાંજરાપોળ સંસ્થા સંચાલીત વિરપુરવીડમાં આયોજિત જીવદયાના કાર્યમાં અશ્વિનભાઇ હર્ષદરાય વોરા (ઘી વાળા) પરીવાર સહિત યુવાનો, કાર્યકર્તાઓ તન મન થી જોડાયા હતા.

(6:42 pm IST)