ગુજરાત
News of Thursday, 18th November 2021

અમદાવાદની RTOનો આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જેવો લુક : શનિવારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ કરશે ખાત મુહૂર્ત

અમદાવાદ : ગુજરાતની સૌથી મોટી અમદાવાદ RTO છેલ્લા બે વર્ષથી એક કોમર્શિયલ બિલ્ડિંગમાં ચાલી રહી છે પરંતુ જૂની આરટીઓ ખૂબ જ જર્જરિત થતાં રાજ્ય સરકારના માર્ગ મકાન વિભાગ દ્વારા બે વર્ષ પહેલા અમદાવાદ RTOને ખાલી કરીને તોડી પાડવાનો રિપોર્ટ કર્યો હતો. હવે અમદાવાદ RTOને સંપૂર્ણપણે જમીનદોસ્ત કરી દેવામાં આવી છે અને 19મી નવેમ્બરના રોજ રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ  પટેલ નવી અમદાવાદ RTOનું ખાત મુહૂર્ત કરશે

અમદાવાદ ખાતે નવી બની રહેલી RTOમાં 3 નવા ટ્રેક બનશે તેની વાત કરવામાં આવે તો અમદાવાદ RTOમાં નવા લાયસન્સ મેળવવા માટે ટ્રેકમાં એકથી દોઢ મહિનાનો વેઇટિંગ પીરિયડ ચાલી રહ્યો છે, ત્યારે નવી RTO ઓફિસ સાથે 2 નવા ટ્રેક પણ તૈયાર કરવામાં આવશે. જ્યારે જૂના ટ્રેકને પણ કાર્યરત રાખવામાં આવશે. જેથી વેટિંગને કારણે અમદાવાદમાં લાયસન્સ મેળવવાની પ્રક્રિયા મહિનાથી ડોઢ મહિના સુધીની છે તેમાં પણ ખાસ્સો ઘટાડો જોવા મળશે

(7:14 pm IST)