ગુજરાત
News of Thursday, 18th November 2021

પંચમહાલના આદિવાસીઓમાં કાળી ચૌદસમાં પૂર્વજોના પાળિયાઓ અને ખત્રિઓની પૂજનવિધિનું અનેરું મહત્વ

”કાળી ચૌદસના દિવસે કુટુંબના કોઈ પણ વ્યક્તિને પૂર્વજના સ્વરૂપે ખત્રી સાક્ષાત હાજર થાય અને તે પોતાના પૂર્વજોને આગામી વર્ષ કેવું જશે કે પછી કેવા કેવા સંકટો આવશે તે બધી વાત કરે છે : નોકરી-ધંધા કે બહારગામ ખેતી કામ તથા મજુરી કરવા ગયા હોય ત્યાંથી અચૂક વતન આવે છે

પંચમહાલના આદિવાસીઓમાં દિવાળીના તહેવારનુ અનેરૂ મહત્વ છે. દિવાળીના તહેવારમાં તેઓ નોકરી-ધંધા કે બહારગામ ખેતી કામ તથા મજુરી કરવા ગયા હોય ત્યાંથી પોતાનું ગમે તેવું કામ છોડીને અવશ્ય પોતાના વતનમાં આવે છે અને આ તહેવાર મનાવે છે.

પંચમહાલના આદિવાસીઓ ઉપર સંશોધન કરનાર સરકારી વિનયન કોલેજ શહેરાના પ્રોફેસર ડો.ગણેશ નિસરતા જણાવે છે કે”કાળી ચૌદસના દિવસે કુટુંબના કોઈ પણ વ્યક્તિને પૂર્વજના સ્વરૂપે ખત્રી સાક્ષાત હાજર થાય છે અને તે પોતાના પૂર્વજોને આગામી વર્ષ કેવું જશે કે પછી કેવા કેવા સંકટો આવશે તે બધી વાત કરે છે, તે સાંભળવા ગામના તમામ લોકો ભેગા થાય છે અને એક તહેવારના રૂપમાં આ દિવસને મનાવે છે” ભવિષ્યની વાત કરે છે.

આ દીવાળીનો તહેવાર બાદ તેઓ 14 દિવસ બાદ કાળી ચૌદસ (પૂર્વજોની પૂજન વિધિનો તહેવાર) મનાવે છે. તેમાં પોતાના ખાતરીઓ પૂર્વજોની પૂજા વિધિ થાય છે. પોતાના પૂર્વજોને યાદ કરતા ખાતરીઓ આવે છે. તેમાં પોતાના કુટુંબના વડવાઓનું મૃત્યુ થયું હોય તેમના પાળિયાઓ અવશ્ય રોપાવી પૂજાવિધિ કરે છે આખુ ગામ ભેગું કરે છે અને વર્ષ કેવું જશે તેની પૂછપરછ કરે છે અને અખાતરીઓ કરે છે. આ દિવસનુ એક અનેરૂ મહત્વ એ છે કે તે દિવસે વર્ષ દરમિયાન મરણ થયેલ વ્યક્તિનો પાળીયો ખેતરની સીમમાં રોપે છે અને તેની પૂજા વિધિ કરે છે.

(8:44 pm IST)