ગુજરાત
News of Thursday, 18th November 2021

અમદાવાદની 5521 મિલકતોનો 47.90 કરોડનો પ્રોપર્ટી ટેક્સ માફ કરાયો :સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મોટો નિર્ણય

3033 હોટલોનો 30.66 કરોડ, 2136 રેસ્ટોરન્ટનો 11.64 કરોડ, 21 સીનેમાઘરોનો 95 લાખ, 28 મલ્ટીપ્લેક્ષનો 2.79 કરોડ અને 263 જીમનેશિયનનો 1.85 કરોડનો ટેક્સ માફ: રાજ્ય્સ અરાકારે એએમસીને રકમ ચૂકવી દીધી

અમદાવાદ : એમસીની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે .કોર્પોરેશને શહેરની 5521 મિલકતોનો 47.90 કરોડનો પ્રોપર્ટી ટેક્સ માફ કર્યો છે. 5521 મિકલત ધારકોનો ચાલુ નાણાંકીય વર્ષનો પ્રોપર્ટી ટેક્સ માફ કરવામાં આવ્યો છે.કોરોનાને કારણે સરકારે રેસ્ટોરન્ટ-હોટેલ, મલ્ટીપ્લેક્ષ, એમ્યુઝમેન્ટ પાર્ક, વોટરપાર્ક અને જીમ સહિતનો પ્રોપર્ટી ટેક્સ માફ કરવાની જાહેરાત કરી હતી

રાજ્ય સરકારે સહાયની રકમ એએમસીને ચૂકવી દીધી છે.જેને લઈને એએમસીએ ચાલુ વર્ષનો પ્રોપર્ટી ટેક્સ માફ કર્યો છે. જેમાં 3033 હોટલોનો 30.66 કરોડ, 2136 રેસ્ટોરન્ટનો 11.64 કરોડ, 21 સીનેમાઘરોનો 95 લાખ, 28 મલ્ટીપ્લેક્ષનો 2.79 કરોડ અને 263 જીમનેશિયનનો 1.85 કરોડનો ટેક્સ માફ કરવામાં આવ્યો છે.જે લોકોએ ટેક્સ ભરી દીધો છે તેમને આ રકમ ક્રેડિટ આપવામાં આવશે.

(9:09 pm IST)