ગુજરાત
News of Thursday, 18th November 2021

રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવતા કમોસમી વરસાદ પડતાં ખેડૂતો ચિંતિત

( ભરત શાહ દ્વારા ) રાજપીપળા : હાલમાં ચાલી રહેલી શિયાળાની ઋતુમાં ઠંડીનું પ્રમાણ વધઘટ થતું હતું ત્યાં ગુરુવારે બપોરે અચાનક વાતાવરણ માં પલટો આવતા કમોસમી વરસાદ પડ્યો હતો જેમાં શિયાળુ પાકને નુકશાન થવા બાબતે ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે. અચાનક વાવાઝોડા સાથે વરસાદ ચાલુ થતા રાજપીપળા શહેરમાં લાઇટો પણ બંધ થતાં લોકો કંટાળી ગયા હતા જોકે 66 કેવી સબસ્ટેશન માં ફોલ્ટ થયો હોવાનું વીજ કંપનીના અધિકારી પાસેથી જાણવા મળ્યું હતું

ખેડૂતોના જણાવ્યા મુજબ શિયાળુ પાકને આ કમોસમી વરસાદ ના કારણે ચોક્કસ નુકશાન થશે જેમાં મોંઘા બિયારણો લાવી ખેતી કરતા ધરતીપુત્રોનો પાક બરબાદ થતા લાખોના નુકશાન નો અંદાજ છે.

(10:01 pm IST)