ગુજરાત
News of Thursday, 18th November 2021

પાટણા ગામમાં નજીવી બાબતે એક શખ્સને પંચ મારી ઇજા કરી ધમકી આપનાર 2 વિરુદ્ધ ગુનો નોંધાયો

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : નર્મદા જીલ્લાના નાંદોદ તાલુકામાં આવેલા પાટણા ગામમાં નાનકડી બાબતે પંચ મારી ધમકી આપતા બે શખ્સો વિરુદ્ધ આમલેથા પોલીસે ગુનો દાખલ કર્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર પ્રકાશભાઇ મનેષભાઇ વસાવા (રહે.પાટણા નવીનગરી )એ આપેલી ફરીયાદ મુજબ તેના બનેવી રૂપેશભાઇની મોસા લઈને વિકાશભાઇ વસાવાને મુકીને સુથાર ફળીયામાથી ઘરે પરત આવતી વખતે દુકાને પડીકી લેવા માટે ઉભા રહ્યા બતા ત્યારે મેહુલભાઇ વસાવા તથા સંદીપભાઇ શનાભાઇ વસાવા( બંને રહે. પાટણા) ત્યાં આવી તુ કેમ વિકાસને લઈને ફરે છે તેમ કહી ગાળો આપી પંચ વડે માથાના ભાગે મારી ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરવામા એકબીજાની મદદગારી કરતા આમલેથા પોલીસે કાયદેસર કાર્યવાહી કરી છે.

(10:04 pm IST)