ગુજરાત
News of Thursday, 18th November 2021

સિસોદ્રા ગામમાં આંકડા નો ધંધો કરતા શખ્સને આમલેથા પોલીસે ઝડપી પાડ્યો

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : આમલેથા પોલીસે બાતમીના આધારે સિસોદ્રા ગામમાં આંકડા લખનાર શખ્સને રોકડા રકમ સાથે પકડી કાયદેસર કાર્યવાહી કરી છે.

મળતી માહિતી મુજબ આમલેથા પોલીસ પેટ્રોલિંગ હતી ત્યારે મળેલી બાતમીના આધારે સિસોદ્રા ગામે નવીનગરીમાં લીમડાના ઝાડ નીચે ગે.કા. આંક ફરકના આંકડા લખી હાર જીતનો જુગાર રમી રમાંડતા કેસુરભાઇ જેઠાભાઇ વસાવા( રહે.સિસોદ્રા )ને રેઇડ દરમ્યાન અંગજડતીના રોકડા રૂપિયા ૪૬૦ ના મુદ્દામાલ સાથે પકડી કાયદેસર કાર્યવાહી કરી છે.

(10:08 pm IST)