ઉપલીમાથાસર ગામથી 77 હજારમાં દારૂના મુદામાલ સાથે બે શખ્સોને ઝડપી પાડતી ડેડીયાપાડા પોલીસ
(ભરત શાહ દ્વારા)રાજપીપળા : નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના ઉપલીમાથાસર ગામ પાસેથી ડેડીયાપાડા પોલીસે વિદેશી દારૂના મુદામાલ સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા છે
મળતી માહિતી મુજબ ડેડીયાપાડા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે શૈલેષભાઇ વિરમભાઇ વસાવા (રહે.બેબાર,પટેલફળીયુ તા.દેડીયાપાડા) પાસેથી એક હોન્ડા સાઇન ગાડીની કિં.રૂ.૨૦, ૦૦૦ તથા એક વિમલના થેલામા પ્લા.ના કવાટરીયા નંગ-૨૦૦ જેની કિં.રૂ.૧૦, ૦૦૦ તથા પતરાના ટીન બીયર નંગ-૨૪ જેની કિં.રૂ.૨૪૦૦ તથા રંગેશભાઇ મીરાભાઇ વસાવા (રહે. બેબાર,પટેલ ફળીયુ તા.દેડીયાપાડા )પાસેથી એક હોંડા કંપનીની યુનીકોન ગાડીની કિં.રૂ.૩૦,૦૦૦ તથા તેની પાસેના એક વિમલના થેલામા પ્લા.ના કવાર્ટરીયા નંગ- ૧૫૦ જેની કિં.રૂ.૭૫૦૦ તથા તેની પાસેના એક સ્કુલ બેગમા પતરાના બીયર ટીન નંગ-૭૨ જેની કિં.રૂ.૭૨૦૦ ગણી કુલ મુદ્દામાલ કિં.રૂ.૭૭,૧૦૦ કબ્જે કર્યો હતો અને આ પ્રોહી.નો મુદ્દામાલ મોકસ ગામ(મહારાષ્ટ્ર) ખાતેથી લાવ્યા હોવાનું જાણતા ડેડીયાપાડા પોલીસે બંને વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.