ગુજરાત
News of Friday, 19th February 2021

૨૩ મીએ ગુજરાત સેન્ટ્રલ યુનિવર્સિટીનો પદવીદાન સમારોહઃ ર૪૪ છાત્રોને એનાયત થશે ડીગ્રી

રાષ્ટ્રપતિ રામનાથ કોવીંદ, શિક્ષણમંત્રી સહીતનાની ઉપસ્થિતિ

અમદાવાદ, તા., ૧૯: ગાંધીનગર ખાતે આવેલી ગુજરાત સેન્ટ્રલ યુનિવર્સિટીના ર૩મીએ ત્રીજો વાર્ષિક પદવીદાન સમારંભ  યોજાયો છે. આ સમારંભમાં રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવીંદ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે અને વિદ્યાર્થીઓને દિક્ષાંત પ્રવચન આપશે.

આ પદવીદાન સમારંભમાં કેન્દ્રીય શિક્ષણમંત્રી શ્રી રમેશ પોખરીયાલ, રાજયપાલ  શ્રી આચાર્ય દેવવ્રતજી, ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના કુલાધિપતી શ્રી હસમુખભાઇ અઢીયા સહીતના ઉપસ્થિત રહેશે.

ગુજરાત સેન્ટ્રલ યુનિવર્સિટીમાં યોજાનારા પદવીદાન સમારંભમાં ૭૩ વિદ્યાર્થીઓને પીએચડી , ર૬ વિદ્યાર્થીઓને એમફીલ, ૧ર૧ છાત્રોને પીજી અને ર૪ છાત્રોને યુજીની ડીગ્રી મળી કુલ ૨૪૪ છાત્રોને ડીગ્રી એનાયત કરવામાં આવશે.

 

(4:17 pm IST)