સુરતના વ્યારામાં બોયફ્રેન્ડે આપેલ ફોન ઘરમાં પકડાઈ જતા ટેંશનમાં આવી કિશોરીએ ઝેરી દવા ગટગટાવી જીવનલીલા સંકેલી લીધી
સુરત: શહેરના વ્યારામાં છોકરાએ આપેલો મોબાઈલ વપરાશ કરતા પરિવારને કિશોરીને પકડી પાડી હતી જેથી ટેન્શનમાં આવતા અઠવાડિયા પહેલા ઝેરી દવા પી ગયેલી વિદ્યાર્થીનીનું સારવાર દરમિયાન આજે મોત નીપજ્યું હતું.
નવી સિવિલ હોસ્પિટલ મળેલી વિગત મુજબ વ્યારામાં રહેતી 14 વર્ષીય સુનિતા ગામીત (નામ બદલ્યુ છે) ગઈ તારીખ 11મી ઘરમાં ઝેરી દવા પી જતાં તરત પરિવારજનો સારવાર માટે વ્યારાની હોસ્પિટલમાં લઈ ગયા હતા ત્યાંથી વધુ સારવાર માટે તેને સુરત નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી હતી જ્યાં આજે સવારે તેનું મોત નીપજ્યું હતું.
સુનિતાના સબંધીએ કહ્યું હતું કે સુનીતા વ્યારાની સ્કૂલમાં ધોરણ 8માં અભ્યાસ કરતી હતી જોકે સુનીતા મોબાઇલ ફોન પર કોઈ સાથે વાત કરતી હતી ત્યારે તેના પરિવારના સભ્યો તેને ફોન પર વાત કરતા જોઈ ગયા હતા ત્યારે તેના પરિવારના સભ્યો પૂછ્યું કે મોબાઈલ કોણે આપ્યો.
બાદમાં પરિવારના સભ્યોને ખબર પડી કે છોકરાએ તેને મોબાઇલ ફોન વપરાશ કરવા આવ્યો હતો આવા સંજોગોમાં તે માનસિકતા અનુભવતી હોવાથી આ પગલું ભર્યું હોવાની શક્યતા છે તેનો એક ભાઈ છે તેના પિતા સેન્ટીંગ કામ કરે છે.