ગુજરાત
News of Sunday, 19th March 2023

સુરત એરપોર્ટ પર પરથી ફરી દાણચોરીનું 28 લાખનું સોનું ઝડપાયું

સોનાંની ત્રણ કેપ્સુલ બનાવીને મુસાફરે ગુદામાર્ગમાં છુપાવી હતી:નવો નુસખો અપનાવ્યો હોવા છતા 28 લાખના સોના સાથે ઝડપાયો

સુરત એરપોર્ટ પર પરથી ફરી દાણચોરીનું 28 લાખનું સોનું ઝડપાયું છે. શારજાહ-સુરતની ફ્લાઇટમાં આવતા એક શખ્સ પાસેથી કસ્ટમ વિભાગે સોનું ઝડપ્યું છે. રૂપિયા 28 લાખની કિંમતના સોનાંની ત્રણ કેપ્સુલ બનાવીને મુસાફરે ગુદામાર્ગમાં છુપાવી દીધી હતી. કસ્ટમ વિભાગને આ મુસાફર ઉપર શંકા જતા, તેની તપાસ કરતા શરીરમાં સોનુ છુપાવ્યું હોવાનુ સામે આવ્યું હતું. કસ્ટમ વિભાગે મુસાફરની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.

   

(7:14 pm IST)