ગુજરાત
News of Sunday, 19th March 2023

અમદાવાદમાં પ્રહલાદ નગર ગાર્ડન પાસે એપાર્ટમેન્ટમાં આવેલી રેસ્ટોરાંમાં આગ:ફાયરની 7 ગાડીઓ ઘટનાસ્થળે

આગનો ધુમાડો ચોથા માળ સુધી પહોંચ્યો:ગ્રાઉન્ડ ફ્લોરના રેસ્ટોરન્ટના રસોડામાં લાગેલી આગ ચીમની મારફતે ટેરેસ સુધી પહોંચી ગઈ

અમદાવાદના  પ્રહલાદ નગર ગાર્ડન પાસે એપાર્ટમેન્ટમાં આવેલી રેસ્ટોરાંમાં આગ લાગી હતી. આ આગનો ધુમાડો ચોથા માળ સુધી પહોંચ્યો હતો. અને ફાયરની 7 ગાડીઓ દ્વારા આ આગ કાબૂમાં લેવામાં આવી હતી. સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી

  આ ઘટનામાં ફાયર ઓફિસર ઘનશ્યામ વાઘેલાએ જણાવ્યું હતું કે રેસ્ટોરામાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આગ લાગી હતી અને રસોડામાં લાગેલી આગ ચીમની મારફતે ટેરેસ સુધી  પહોંચી ગઈ હતી.

   

(8:01 pm IST)