ગુજરાત
News of Saturday, 19th June 2021

સુરતમાં સુમુલ દૂધમાં ભાવ વધારો કરાયો

ગોલ્‍ડ, તાજા અને સ્‍લિમ & ટ્રિમ દૂધમાં ભાવ વધારો થયો છેઃ લિટરે ૨ રૂપિયાનો વધારો થયો છે.: ગોલ્‍ડ દૂધ હવે ૬૦ રૂપિયા લિટર, તાજા દૂધ હવે ૪૬ રૂપિયા લિટર અને ગાય દૂધ હવે ૪૮ રૂપિયા લિટર મળશે

સુરત, તા.૧૯: કોરોના મહામારીમાં એક તરફ લોકોના ધંધા-રોજગાર ઠપ્‍પ થઈ ગયા છે. બીજી તરફ મોંઘવારીનો એક પછી એક માર પડી રહ્યો છે. પેટ્રોલ-ડીઝલના વધી રહેલા ભાવની વચ્‍ચે હવે દૂધના ભાવમાં પણ વધારો ઝીંકાયો છે. સુરતમાં સુમુલ દૂધમાં ભાવ વધારો થયો છે. ગોલ્‍ડ, તાજા અને સ્‍લિમ & ટ્રિમ દૂધમાં  ભાવ વધારો થયો છે. લિટરે ૨ રૂપિયાનો વધારો થયો છે. ગોલ્‍ડ દૂધ હવે ૬૦ રૂપિયા લિટર, તાજા દૂધ હવે ૪૬ રૂપિયા લિટર અને ગાય દૂધ હવે ૪૮ રૂપિયા લિટર મળશે. પરિવહન ખર્ચ વધતા સુમુલે દૂધના ભાવમાં લિટરે ૨ રૂપિયાનો વધારો કર્યો છે.

સુમુલ ડેરીના ચેરમેન જયેશ પટેલે જણાવ્‍યું હતું કે, સુમુલ ડેરી તરફથી ૨૦મી જૂનથી બે રૂપિયાનો વધારો કરાયો છે. ૧૮ મહિના પછી આ ભાવ વધારો કરાયો છે. ભાવ વધારાનું મુખ્‍ય કારણ ડિઝલ મોંદ્યુ થતા ટ્રાન્‍સપોર્ટેશન વધ્‍યું છે. ઉત્‍પાદન ખર્ચ પણ વધ્‍યું છે, જેને કારણે આ ભાવ વધ્‍યા છે.

(11:25 am IST)