ગુજરાત
News of Saturday, 19th June 2021

સ્‍પીકર રાજેન્‍દ્ર ત્રિવેદીનો જન્‍મદિનઃ એમ્‍બ્‍યુલન્‍સ લોકાર્પણ

રાજકોટ : વિધાનસભાના અધ્‍યક્ષ અને વડોદરાના રાવપુર, વિસ્‍તારના ધારાસભ્‍ય જાણીતા એડવોકેટ શ્રી રાજેન્‍દ્ર ત્રિવેદીનો જન્‍મ તા. ૧૯ જૂન ૧૯પ૪ ના દિવસે થયેલ. આજે યશસ્‍વી જીવનના ૬૮ માં વર્ષના દ્વાર ખટખટાવ્‍યા છે. તેમણે પોતાની ગ્રાન્‍ટમાંથી નરહરિ હોસ્‍પિટલને એમ્‍બ્‍યુલન્‍સ ભેટ આપી છે, આજે જન્‍મદિન નિમિતે લઘુરૂદ્ર યજ્ઞ, ગરીબ બાળકોને રમતગમતના સાધનોનું વિતરણ તુલસી અને આયુર્વેદિક છોડ વિતરણ, ગૌપૂજન વગેરે કાર્યક્રમો યોજેલ છે.

શ્રી રાજેન્‍દ્ર ત્રિવેદી ભૂતકાળમાં વડોદરા મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિના અધ્‍યક્ષ, કોર્પોરેટર, ગુજરાત બાર કાઉન્‍સિલના સભ્‍ય, એમ. એસ. યુનિવર્સિટીના સેનેટ સભ્‍ય, સિન્‍ડિકેટ સભ્‍ય, રાજયમાં યુવા સેવા સાંસ્‍કૃતિક વિભાગના મંત્રી વગેરે પદ પર રહી ચૂકયા છે. લેખન, વાંચન, કવિતા વગેરે તેમના શોખના વિષયો છે.

ફોન નં. ૦ર૬પ રપ૬૦૦૮ર

મો. ૯૮રપ૦ ૬૦૩૦ર વડોદરા

(11:36 am IST)