ગુજરાત
News of Saturday, 19th June 2021

સુરતમાં ભાજપનો જાહેરમાં વિરોધ દર્શાવતા બેનરો લાગ્યા : 25 વર્ષ સાથ આપ્યો હવે મતભીખ માંગવા નહિ આવતા !!

મનપાના મેયર હેમાલી બોઘાવાલાના વોર્ડમાં જ લોકોએ ભાજપ પક્ષની કામગીરીને લઇને નારાજગી !! : રાજકારણમાં ગરમાવો

સુરતમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી બાદ હવે લોકો ભાજપનો જાહેરમાં વિરોધ કરી રહ્યા હોવાનું સપાટી ઉપર આવી રહ્યું છે.

સુરત મનપાના મેયર હેમાલી બોઘાવાલાના વોર્ડમાં જ લોકોએ ભાજપ પક્ષની કામગીરીને લઇને નારાજગી જાહેર કરી છે અને બેનરો મારી પોતાની વ્યથા ઠાલવી છે. સુરતના અડાજણ વિસ્તારની હિમગિરિ સોસાયટીના લોકોએ બેનરમાં ભાજપને વોટ આપીને ભૂલ કરી હોવાનાં લખાણો લખ્યાં છે. છેલ્લા 25 વર્ષથી કોઈપણ સ્વાર્થ વગર ભાજપના પડખે ઊભા રહીને તેમને સત્તા પર આરૂઢ કરવામાં હિમગિરિ સોસાયટીના લોકોએ સહકાર આપ્યો છે પણ 15 વર્ષથી કોઈ કામો થયા નથી.
આમ મેયરના વિસ્તારમાં જ આ હાલત હોય સ્વાભાવિક રીતે જ અન્ય વિસ્તારોમાં લોકોમાં શુ ફરિયાદો હશે તે સવાલ છે.

(12:05 pm IST)