News of Saturday, 19th November 2022
આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વાએ કર્યો દાવો : ગુજરાતમાં ભાજપની 130થી વધુ બેઠકો આવશે
તેમણે કહ્યુ ગુજરાત મોડેલ આમ આદમી પાર્ટી કરતા અનેકગણુ સારુ :આપ ગુજરાતને 50 વર્ષ પાછળ ધકેલી શકે છે. આપ ગુજરાતને ક્યુ મોડેલ આપશે ?
અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપના સ્ટાર પ્રચારકોએ આજે ગુજરાત ભરમાં જંગી જનસભા સંબોધી હતી ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે આવેલા આસામના સીએમ હેમંત બિસ્વાએ ભાજપની રેકોર્ડ બ્રેક જીતનો દાવો કર્યો છે.
તેમણે જણાવ્યુ કે ગુજરાતમાં ભાજપની 130થી વધુ બેઠકો આવશે. અને આમ આદમી પાર્ટીની કોઈ અસર નહીં થાય. તેમણે કહ્યુ ગુજરાત મોડેલ આમ આદમી પાર્ટી કરતા અનેકગણુ સારુ છે. આપ ગુજરાતને 50 વર્ષ પાછળ ધકેલી શકે છે. આપ ગુજરાતને ક્યુ મોડેલ આપશે ?
(10:49 pm IST)