ગુજરાત
News of Thursday, 20th January 2022

ડીસામાં સામાન્ય બોલાચાલીમાં ફાયરિંગ : ૧ને ઇજા

ભીલવાસમાં કુખ્યાત શખ્શે કર્યું ફાયરીંગ : પગમાં ગોળી વાગતા અરવિંદસિંહ રાજપૂત ઘાયલ : હુમલાખોર કે,કે, લુહાર અગાઉ અનેક ગંભીર ગુન્હામાં સંડોવાયેલ છે

બનાસકાંઠા: ડીસામાં ગઈ મોડી રાત્રે ફાયરિંગની ઘટના બની હોવાનું જાણવા મળે છે.

ભીલવાસ વિસ્તારમાં સામાન્ય બોલાચાલીમાં યુવક પર ફાયરિંગ થયું હતું.કે કે લુહાર નામના કુખ્યાત શખ્સે ફાયરિંગ કરતા ભયનો માહોલ સર્જાયો હતો.
આ ફાયરિંગમાં પગમાં ગોળી વાગતા અરવિંદસિંહ રાજપૂત નામનો યુવક ઇજાગ્રસ્ત થયો છે.હુમલાખોર કે કે લુહાર અગાઉ અનેક ગંભીર ગુન્હાઓમાં સંડોવાયેલો છે.ડીસા ઉત્તર પોલીસે ફુવારા સર્કલ પાસે ભય ફેલાવતા શખ્સની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. (મયુરભાઈ ઠક્કર)

(9:24 pm IST)