SGSTએ વિભાગે બોગસ બિલોથી ITC લેનારા વેપારીઓ પાસે રિકવરી શરૂ કરી
૬૦૦થી વધુને સમન્સ મોકલી ટેક્સ ક્રેડિટની રકમ પરત કરવા ફરમાન
અમદાવાદ તા. ૨૦ :સ્ટેટ જીઍસટી વિભાગ દ્વારા બોગસ બિલિંગ કરનારા વેપારીઓ પર રાજયવ્યાપી અભિયાન ચાલી રહ્નાં છે ત્યારે સુરત અને દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે મહિનામાî જ વિભાગે ૧૦૦થી વધુ બોગસ પેઢીઓ ઝડપી પાડી છે. હવે તેમની પાસેથી બોગસ બિલો ખરીદનારા આશરે ૬૦૦થી વધુ વેપારીઓ પાસેથી રિકવરીની પ્રક્રિયા હાથ ધરવામાî આવી છે. વિભાગે નોટિસો મોકલવાની કાર્યવાહી શરૂ કરી છે અને ખોટી રીતે લીધેલી આઈટીસી રિવર્સ કરવા માટે સૂચના આપી છે.
જીઍસટી વિભાગનાં સૂત્રો પાસેથી જાણવા મળેલી માહિતી મુજબ રાજયભરમાં બોગસ બિલિંગ કરી સરકારને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડનારા બોગસ વેપારીઓ સામે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત શંકાસ્પદ વેપારીઓને ત્યાં સ્પોટ વેરિફિકેશનની કાર્યવાહી કરી તપાસ કરવામાં આવી રહ્નાં છે. શંકાના આધારે પેઢીઓ પર કરવામાં આવેલી તપાસ દરમિયાન મોટી સંખ્યામાં બોગસ વેપારીઓ મળી આવ્યા છે.
સુરત અને દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે મહિનામાં ૧૦૦ જેટલી બોગસ પેઢીઓ મળી આવી હતી. આ પેઢીઓ દ્વારા સ્ક્રેપ, કેમિકલ, ટેક્સટાઈલના નામે રજિસ્ટ્રેશન લઇ ખોટા બિલો બનાવી ક્રેડિટ પાસ-ઓન કરવામાં આવી હતી.
બોગસ પેઢીના સંચાલકો પૈકી મોટા ભાગના હાલ પકડાયા નથી. જેથી વિભાગે ખોટા બિલોના આધારે ઈનપુટ ટેક્સ ક્રેડિટ લેનારાઓ પાસેથી ટેક્સ રિકવરીની પ્રક્રિયા હાથ ધરી છે. આશરે ૪૦૦ જેટલા વેપારીઓઍ ખોટા બિલોના આધારે આઇટીસી મેળવી છે તેઓને નોટિસ મોકલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. તેમની પાસેથી વ્યાજ સાથે ટેક્સની રિકવરી કરવામાં આવશે.(૨૧.૬)
બોગસ પેઢીઓના રજીસ્ટ્રેશન રદ્દ કરાશે
બોગસ બિલિંગમાં ઝડપાયેલી તમામ પેઢીઓના રજીસ્ટ્રેશન રદ્દ કરવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ પેઢીઓ જ્યાં રજિસ્ટર્ડ હતી ત્યાં જાણ કરીને તેમને રજીસ્ટ્રેશન કરવા માટે જણાવવામાં આવ્યું છે. કેટલીક પેઢીઓના રજીસ્ટ્રેશન રદ્દ થઇ ગયા છે જ્યારે અન્યની પણ ટૂંકમાં કરવામાં આવશે.