સુરજીપુરા ગામની સીમમાં જુગાર પર છાપો મારતા ૧૦,૯૯૦ નાં મુદામાલ સાથે ચાર ઝડપાયા : છ વોન્ટેડ
સુરજીપુરા ગામની સીમમાં જુગાર પર છાપો મારતા ૧૦,૯૯૦ નાં મુદામાલ સાથે ચાર ઝડપાયા : છ વોન્ટેડ
(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના સુરજીપૂરા ગામની સીમમાં પોલીસે રેડ કરી જુગારના મુદ્દામાલ સાથે જુગારીયાઓ ને ઝડપી કાયદેસર કાર્યવાહી કરી છે
મળતી માહિતી મુજબ તિલકવાડા પોલીસે બાતમીના આધારે સુરજીપૂરા ગામની સીમમાં ચાલતા જુગાર પર રેડ કરતા ત્યાં જુગાર રમતા (૧) રાકેશભાઇ કનુભાઇ ભીલ (૨)હરેશભાઇ ગોવિંદભાઇ ભીલ(૩)નાકુભાઇ બાબુભાઇ ભીલ( ત્રણેય રહે.સુરજીપુરા તા.તિલકવાડા જી. નર્મદા)(૪)વિશાલભાઇ મુકેશભાઇ ભીલ(રહે.સાવલી તા. તિલકવાડા જી.નર્મદા )નાઓએ કુલ રૂ.કિ.રૂ.૧૦,૯૯૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા જ્યારે (૫) સાવનભાઇ ચિમનભાઇ ભીલ (૬) વાસુભાઇ રામદાસભાઇ ભીલ (૭) અજયભાઇ દશરથભાઇ ભીલ (ત્રણેય રહે સુરજીપુરા તા.તિલકવાડા જી.નર્મદા) (૮) નરેન્દ્રભાઇ કનુભાઇ ભીલ (૯) યુસુફ્શા અકબરશા દિવાન (બન્ને રહે સાવલી તા.તિલકવાડા જી.નર્મદા) (૧૦) દિલીપભાઇ ગોપાલભાઇ ભીલ( રહે ધામસીયા તા.નસવાડી જી.છોટાઉદેપુર)નાઓ રેડ દરમિયાન નાશી જતા પોલીસે વોન્ટેડ જાહેર કરી કાયદેસર કાર્યવાહી કરી છે.