ગુજરાત
News of Saturday, 20th February 2021

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ આગામી રવિવારે રાજપીપળા ખાતે જાહેરસભા સંબોધશે

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : સ્થાનિક સ્વરાજની ચૂંટણીના સ્ટાર પ્રચારક અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ તારીખ 21 ફેબ્રુઆરીને રવિવારના રોજ રાજપીપળા ખાતે બપોરે 2 વાગે ભીલ રાજાની પ્રતિમાથી રોડ શો કરશે.આ રોડ શો સૂર્ય દરવાજાથી સ્ટેશન રોડ થઈને માં હરસિદ્ધિ માતાના મંદિરે પહોંચશે ત્યાં માતાના આશીર્વાદ લઈને જિન કમ્પાઉન્ડમાં જાહેર સભા યોજાશે જ્યાં પાર્ટીના કાર્યકર્તાઓ અને જિલ્લા પંચાયત,તાલુકા પંચાયત અને નગરપાલિકાના તમામ ઉમેદવારો મોટી સંખ્યામાં હાજર રહશે તેમ નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ તરફથી જાણવા મળ્યું છે.

(10:17 pm IST)