ગુજરાત
News of Saturday, 20th February 2021

ટાઇગર ગ્રુપ નર્મદા દ્વારા કોરોના મહામારીને ધ્યાને રાખી છત્રપતિ શિવાજી જયંતિની સાદાઇથી ઉજવણી કરાઈ

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : હાલમા ચાલી રહેલી કોરોના મહામારીના કારણે શિવાજી ભક્તો ની સુરક્ષાને ધ્યાનમા રાખી નર્મદા જિલ્લા ટાઇગર ગ્રુપ દ્વારા આ વર્ષે શિવાજી જન્મોત્સવની શોભાયાત્રા સ્થગિત કરવામાં આવી હતી તેના બદલે ટાઇગર ગ્રુપ,નર્મદા દ્વારા શિવાજી જયંતિની સાદાઇ થી ઉજવણી કરવામાં આવી હતી.
ટાઇગર ગ્રુપ નર્મદા જિલ્લાના અધ્યક્ષ પ્રેમભાઈના નિવસ્થાને શ્રી શિવાજી મહારાજ ના જન્મોત્સવ નિમિતે  છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા ની આરતી અને પુષ્પાંજલિ દ્વારા ટાઇગર ગ્રુપ નર્મદા ના કાર્યકર્તાઓ એ જન્મોત્સવ ઉજવીને ભારતવાસી નું રક્ષણ થાય તેવી પ્રાર્થના કરી હતી.

(10:16 pm IST)