ગુજરાત
News of Saturday, 20th February 2021

ખુટાઆંબા બસસ્ટેડ આગળ હાઈવા ટ્રકે મો.સા. સાથે અકસ્માત કરતા 2 ને ગંભીર ઇજા પહોંચાડી

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : નાંદોદ તાલુકાના ખુટાઆંબા ગામના બસ સ્ટેન્ડ પાસે હાઈવા ટ્રકે મો.સા.ને અથાડી બે વ્યક્તિઓને ગંભીર ઇજાઓ કરી ટ્રક લઈ નાસી જતા પોલીસે ગુનો દાખલ કર્યો છે.
  પ્રાપ્ત માહિતી મુજબ મહેશભાઈ પરાગભાઈ વસાવા(રહે- નાના રાયપરા તા.નાંદોદ )ની ફરિયાદ મુજબ તે તથા તેમના મિત્ર મો.સા.નં.GJ.22.K.1190 લઈ જતા હતા તે સમયે  ખુટાઆંબા ગામ પાસે હાઈવા ટ્રક નં.DN.09-S.89226 ના ચાલકે ટ્રક પુરપાટ હંકારી લાવી મો.સા.સાથે અથાળતા મો.સા. પર સવાર મહેશભાઈ વસાવા તથા કિશનભાઈ દિલીપભાઈ વસાવાને ગંભીર ઇજાઓ કરી નાસી જતા રાજપીપળા પોલીસે ટ્રક ચાલાક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(10:20 pm IST)