અમદાવાદમાં કોંગ્રેસની લહેર છેઃ ફૈઝલ અહેમદભાઇ પટેલ
હાઇકમાન્ડ કહેશે તો ચૂંટણી લડવા વિચારીશઃ હાલમાં પિતાના સેવાકાર્યોને આગળ વધારીશ
અમદાવાદઃ છ મહાનગરપાલિકામાં કાલે ૨૧ ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાવાનું છે, ત્યારે ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે સ્વ.અહમદભાઇ પટેલના પુત્ર ફૈઝલ પટેલને ચૂંટણી પ્રચારમાં ઉતારી કોંગ્રેસની તરફેણમાં માહોલ ઉભો કરવાનો પ્રયત્ન કર્યો હતો. ફૈજલ પટેલ દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદીન શેખ અને જમાલપુર શેખ અને જમાલપુર- ખાડિયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાની સાથે સમગ્ર વિસ્તારમાં ફર્યા હતા. સંખ્યાબંધ વિસ્તારોમાં જઇ કોંગ્રેસની તરફેણમાં વોટ આપવા ફૈઝલ પટેલે પ્રજાને અપીલ કરી હતી. લોકોનો અદમ્ય ઉત્સાહ જોતા ફૈજલ પટેલે આશાવાદ વ્યકત કર્યો હતો કે, તમામ વિસ્તારોમાં કોંગ્રેસની લહેર છે અને મને આશા છે કે, પ્રજા કોંગ્રેસના ઉમેદવારોને જંગી બહુમતીથી ચૂંટી કાઢશે. મારા પિતા જે રીતે કોંગ્રેસને મજબૂત કરવા આજીવન ઝઝૂમતા રહ્યા હતા. પોતે ચૂંટણી લડવા માંગે છે કે, કેમ તે અંગેના પ્રશ્નના ઉત્તરમાં હળવા સ્મિત સાથે તેમણે જણાવ્યું હતું કે, જો કોંગ્રેસ હાઇકમાન્ડ મને કહેશે તો જરૂરથી વિચારીશ, પરંતુ હું મારા પિતાની સેવાકીય પ્રવૃતિને આગળ વધારતો રહીશ હાલ તો...