ગુજરાત
News of Saturday, 20th February 2021

વિરમગામ-અમદાવાદ ટ્રેક પર ટ્રેનની હડફેટે મહિલાનું મોત નિપજતા અરેરાટી મચી જવા પામી

વિરમગામ:અમદાવાદ ટ્રેક ઉપર ટ્રેનની અડફેટે આવી જતાં મહિલાનું મોત થયાની વિગતો એવી છે કે વિરમગામ અમદાવાદ રેલ્વે ટ્રેક સચાણા રેલ્વે ફાટક પાસે બપોરના સમયે માલગાડીની અડફેટે આવી જતાં ઇલાબેન રઇજીભાઈ ઠાકોર (ઉ.વ. ૩૫ રહે. ફતેહપુર રાખોડિયા ઠાકોરવાસ તા. કડી)નું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. આ ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને લાશને પી.એમ. અર્થે વિરમગામ મહાત્મા ગાંધી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.

(5:13 pm IST)