ગુજરાત
News of Saturday, 20th February 2021

અમદાવાદ જિલ્લાના બાવળા,ધોળકા તાલુકામાં ગેરકાયદે માટીનું ખનન ચાલી રહ્યું હોવાની માહિતી મળતા તપાસ હાથ ધરવામાં આવી

અમદાવાદ: જીલ્લાના બાવળા, ધોળકા તાલુકામાં અનેક જગ્યાએ ભુમાફીઓ દ્વારા ગેરકાયદેસર માટીનું ખનન અને વહન થઈ રહ્યું છે જેમાં સરકારના નિયમ મુજબ ખાણ ખનીજ વિભાગમાંથી રોયલ્ટી લઈ સરકારમાં રૂપિયા જમા કરાવી કામ કરવાનું હોય છે પરંતુ અનેક જગ્યાએ સરકારના નિયમ મુજબ રોયલ્ટી ભર્યા વગર ખોદકામ ચાલી રહ્યું હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.

બાવળા અને ધોળકા તાલુકામાં ગેરકાયદેસર માટીનું ખનન કરવામાં આવી રહ્યું છે અને આ માટી ડમ્પરોમાં ભરી કોન્ટ્રાકટરો દ્વારા રોડ કામના પુરાણમાં, ખાનગી જગ્યામાં પુરાણ કરવા સહિતના કામ માટે લઈ જવામાં આવે છે ત્યારે રોયલ્ટી વગર ચાલતાં બેફામ માટીકામના કારણે સરકારી તીજોરીને મોટું નુકશાન થઈ રહ્યું છે તથા ઓવરલોડ માટી ભરેલા ડમ્પરોના કારણે આરટીઓના પણ નિયમો જળવાતા નથી અને વાહનની ઉપર તાડપત્રી ન બાંધવાથી નાના વાહનચાલકો હવામાં ઉડતી માટીના કારણે ત્રાહીમામ પોકાર ઉઠયાં છે ત્યારે ગાંધીનગર ફલાઈંગ સ્કોર્વડ તથા આરટીઓ વિભાગ દ્વારા બગોદરા વટામણહાઈવે પર માટી ભરી વહન કરતાં ડમ્પરોનું ચેકીંગ હાથધરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

(5:10 pm IST)