ગુજરાત
News of Saturday, 20th February 2021

વડોદરાની એક ખાનગી કંપનીએ બંધન બેંકમાંથી લોન લઇ ભરપાઈ ન કરતા દંપતી વિરુધ્ધ પોલીસ ફરિયાદ

વડોદરા: શહેરની એક ખાનગી કંપનીએ બંધન બેન્ક માંથી લોન મેળવી ભરપાઈ નહીં કરતા બેંક દ્વારા કંપનીના સંચાલક દંપતિ સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.

બંધન બેન્કના મૂકીમ કાજીએ પોલીસને જણાવ્યું છે કે વર્ષ 2016માં વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં ફીનિક્સ કોમ્પ્લેક્સ ખાતે આવેલી એક્સલ ઈલેક્ટ્રીક ના સંચાલક પ્રકાશ પ્રદ્યુમન દવે તેમજ તેમના પત્ની અલ્પા પ્રકાશભાઈ દવે એ કંપની પ્રાઇવેટ લિમિટેડ બનાવવા માટે રૂ.4 કરોડની કેસ ક્રેડિટ લોન રૂ.2.50 કરોડની ટર્મ લોનઅને રૂ.1 કરોડની ઓ.ડી. લોન મળી ફુલ રૂ સાડા સાત કરોડની માગણી કરી હતી.

કંપનીના ટેકનિકલ એનાલિસ્ટ તેમજ અન્ય નિષ્ણાતોએ ડાયરેક્ટરો સાથે મિટિંગ કરી લોન મંજૂર કરી હતી.

બેંકની શરતો મુજબ શરૂઆતમાં કંપનીએ લોનના હપ્તા ભરપાઈ કર્યા બાદ રકમ ચૂકવવાનું બંધ કરી દીધું હતું. જેથી બેંક દ્વારા રૂ કરોડ ની બાકી રકમ માટે વારંવાર માગણી કરવામાં આવી હતી.

(5:10 pm IST)