ગુજરાત
News of Saturday, 20th February 2021

સુરતના પાંડેસરામાં યોગ્ય કામ કાજ ન મળતા યુવાને ગળે ફાસો ખાઈ જીવનલીલા સંકેલી લેતા પરિવારની માથે આભ ફાટ્યું

સુરત: શહેરના પાંડેસરામાં યોગ્ય કામ કાજ નહી મળતા યુવાને ગળે ફાંસો ખાઇ આપધાત કર્યો હતો.

સ્મીમેર અને નવી સિવિલથી મળેલી વિગત મુજબ  પાંડેસરામાં આર્વિભાવ સોસાયટીમાં રહેતા 52 વર્ષીય આનંદા દેવચંદ દેવરે આજે સવારે ઘરના દાદરનાં પાઇપ સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી.તેમને બે સંતાન છે.તેમને છેલ્લા કેટલાક સમયથી યોગ્ય કામ કાજ મળતુ નહી હોવાથી ટેન્શનમાં આવી આ પગલુ ભર્યુ હોવાની શકયતા છે. આ અંગે પાંડેસરા પોલીસે તપાસ હાથ ધરી છે.

(5:14 pm IST)