ગુજરાત
News of Saturday, 20th February 2021

રાજ્યમાં કોરોના ધીમો પડ્યો : વધુ 270 દર્દીઓ સ્વસ્થ થયા: નવા 258 પોઝિટિવ કેસ નોંધાયા:એકપણ દર્દીનું મૃત્યુ નથી : કુલ મૃત્યુઆંક 4404 : કુલ 2,60,745 લોકોએ કોરોનાને હરાવ્યો : રાજ્યના 10 જિલ્લામાં એકપણ કેસ નહીં : વધુ 51,236 લોકોને રસી અપાઈ : કુલ 8, 12,333 લોકોનું રસીકરણ કરાયું

રાજ્યમાં આજે સુરતમાં 51 કેસ, વડોદરામાં 49 કેસ, અમદાવાદમાં 45 કેસ,રાજકોટમાં 25 કેસ, ખેડામાં 10 કેસ, ગાંધીનગરમાં 9 કેસ, જૂનાગઢમાં 7 કેસ, કચ્છ અને સાબરકાંઠામાં 5-5 કેસ નોંધાયા : રાજ્યમાં હાલમાં 1672 એક્ટિવ કેસ:જિલ્લા અને શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો હતો ત્યારે  આજે રાજ્યમાં 258 નવા કેસ નોંધાય છે જયારે આજે વધુ 270 દર્દીઓ રિકવર થયા છે રાજ્યના આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીને પગલે છેલ્લા ઘણા દિવસોથી  નવા કેસની સંખ્યા સતત ઓછી  થઇ રહી  છે

 રાજ્યમાં આજે કોરોનાના નવા 258 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે વધુ 270 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ 2,60,745 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં આજે કોરોનાથી એકપણ  દર્દીનું મૃત્યુ થયું નથી  રાજ્યમાં  મૃત્યુઆંક  4404 છે  રાજ્યમાં રિકવરી રેટ 97,72 થયો છે

 રાજ્યમાં ગત 16 જાન્યુઆરીથી કોરોના  રસીકરણનો પ્રારંભ થયેલ છે, જયારે વધુ 51,236 વ્યક્તિઓને કોરોના રસી આપવામાં આવી છે, અત્યાર સુધીમાં રાજ્યમાં 8,12,333 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે અત્યાર સુધીમાં રાજ્યમાં એકપણ વ્યક્તિને રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી

રાજ્યમાં હાલ 1672 એક્ટિવ કેસ છે, જેમાંથી 29 લોકો વેન્ટિલેટર પર અને 1643 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 2,60,745 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે 

 રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 258 પોઝિટિવ કેસમાં સુરતમાં 51 કેસ, વડોદરામાં 49 કેસ, અમદાવાદમાં 45 કેસ,રાજકોટમાં 25 કેસ, ખેડામાં 10 કેસ, ગાંધીનગરમાં 9 કેસ, જૂનાગઢમાં 7 કેસ, કચ્છ અને સાબરકાંઠામાં 5-5 કેસ નોંધાયા હતા

(7:44 pm IST)