ગુજરાત
News of Saturday, 20th February 2021

અનેક જિલ્લાઓમાં બાગી કાર્યકર્તાઓને સસ્પેન્ડ કરાયા

ભાજપનું સાફસફાઈ અભિયાન : શિસ્ત ભંગ કરી અન્ય પક્ષમાં જોડાતા કાર્યકર્તાઓના સામે પ્રદેશ ભાજપ દ્વારા પગલા લેવામાં આવતા ફફડાટ

અમદાવાદ,તા.૨૦ : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અનેક કાર્યકર્તાઓને ટિકિટ મળવાની આશા હતી. પરંતુ ટિકિટ મળતા તેઓ નિરાશ થયા હતા. કારણે અનેક નેતાઓ અને કાર્યકરો પક્ષ સામે પડ્યા હતા. અનેક શહેરોમાં પક્ષપલટો થવાની ઘટના બની. પરંતુ કેટલાક નારાજ કાર્યકર્તાઓએ પક્ષમાં રહીને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરવાનું શરૂ કર્યું હતું. ત્યારે ભાજપે પક્ષવિરોધી નેતા અને કાર્યકર્તાઓને સસ્પેન્ડ કરવાનું શરૂ કર્યું છે. ભાજપ દ્વારા છેલ્લાં કેટલાક દિવસોમાં અનેક નેતાઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અમરેલી, ડીસા, ખેડા, મહેસાણા, નવસારી, ગીર સોમનાથ અને પાલનપુર તથા અન્ય શહેરોમાંથી પણ અનેક કાર્યકર્તાઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ભાજપના એક્શનથી પાર્ટી વિરુદ્ધ કાર્યવાહી કરનારા નેતાઓમાં ફફડાટ ફેલાયો છે. જોકે કાર્યવાહીની અસર ચૂંટણી પર થશે કે કેમ તે જોવું રહેશેઅમરેલી જિલ્લામાં ચૂંટણીઓ પહેલા ભાજપનું સાફ સફાઈ અભિયાન શરૂ થયું છે. જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેંકરિયાએ ૧૦ હોદ્દેદારોને સભ્ય પદેથી સસ્પેન્ડ કર્યાં છે. ભાજપે એકસાથે ૧૦ આગેવાનોને ભાજપમાંથી સસ્પેન્ડ કર્યા છે. અન્ય પક્ષઓમાંથી ચૂંટણી લડનાર અને પક્ષ વિરુદ્ધ કામગીરી કરવા બદલ તમામને સસ્પેન્ડ કરાયા છે. ભાજપ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. બનાસકાંઠાના ડીસામાં ભાજપે ૧૨ કાર્યકરોને સસ્પેન્ડ કર્યા છે.

ગેરશિસ્ત કરનાર પૂર્વ કોર્પોરેટર સહિત ૧૨ કાર્યકરોને સસ્પેન્ડ કરાયા છે. તમામને વર્ષ માટે પ્રાથમિક સભ્ય તેમજ તમામ પદેથી સસ્પેન્ડ કરાયા છે. ખેડામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપમાં બળવો કરનારા સક્રિય કાર્યકરો અને હોદ્દેદારોને જિલ્લા ભાજપ સંગઠન માટે સસ્પેન્ડ કરાયા છે. સમગ્ર જિલ્લામાં ૨૧ સભ્યોને સસ્પેન્ડ કરાયા છે. કપડવંજ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ, ઠાસરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ, અન્ય નગરપાલિકાઓના ઉપપ્રમુખ, સક્રિય સભ્યો સહિત ૨૧ લોકોને ભાજપમાંથી સસ્પેન્ડ કરાયા છે. ચૂંટણી પહેલા બાગી કાર્યકરો અને હોદ્દેદારો સામે જિલ્લા ભાજપની કડક કાર્યવાહી કરાઈ છેમહેસાણા જિલ્લા ભાજપે ૧૫ સભ્યોને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા છે. અપક્ષ અને અન્ય પક્ષમાંથી ઉમેદવારી કરનાર વિષ્ણુ બારોટ અને રાકેશ શાહને સસ્પેન્ડ કરાયા છે. આમ, ભાજપે કુલ ૧૫ સક્રિય સભ્યોને સસ્પેન્ડ કર્યા છે.

(7:46 pm IST)