ગુજરાત
News of Saturday, 20th February 2021

માંગરોલ ગામમાંથી ઘર પાસે બાંધેલી એક લાખની કિંમતની 2 ભેંસોની ચોરી થતા ફરીયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નાંદોદ તાલુકાના માંગરોલ ગામમાં ઘર પાસે બાંધેલી બે ભેંસોની કોઈ ચોરી કરી જતા મહિલાએ રાજપીપળા પો.સ્ટ.માં ફરિયાદ આપી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર માંગરોલ ગામમાં રહેતા શકુબેન શૈલેશભાઇ પાટણવાડીયાની ફરિયાદ મુજબ તેમની દુધ આપતી બે ભેસો પોતાના ઘરની નજીક બાધેલ ત્યાંથી ચોરી કરી ઘરથી દૂર લઈ જઈ ફોર વ્હીલ વાહનમા ભરીને બન્ને ભેંસો તેમના બચ્ચા સાથે ની કિંમત આશરે રૂપિયા એક લાખ જેટલાની કોઈ અજાણ્યો શખ્શો ચોરી કરી લઈ જતા રાજપીપળા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(10:51 pm IST)