ગુજરાત
News of Monday, 20th March 2023

રેન્‍જ ફોરેસ્‍ટ ઓફીસરની ભરતી પ્રક્રિયા ૧૩ વર્ષથી ચાલે છે !

(અશ્વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર તા.ર૦ : રેન્‍જ ફોરેસ્‍ટ ઓફીસરોની ભરતી પ્રક્રિયા અંગે કોંગ્રેસના કિરીટકુમાર પટેલે પુછેલા પ્રશ્નના ઉતારમાં વન અન ેપર્યાવરણ મંત્રી મુળુભાઇ બેરાએ જણાવ્‍યું હતું કે સરકારી ભરતીમાં મહિલાઓને ન્‍યાય મળે અને સરકારી નોકરીઓમાં પુરતી તક મળે તેની કાળજી લેવામાં આવશે.

સભ્‍ય કીરીટકુમાર પટેલે તા.૩૧/૧ર/ર૧ ની સ્‍થિતિએ જી.પી.એસ.સી.એ. હાથ ધરેલ. જાહેરાત ક્રમાંક ર૦૯/ર૦૦૯-૧૦ વન વિભાગની રેન્‍જ અને ફોરેસ્‍ટ ઓફીસર અને મદદનીશ વન સંરક્ષક ભરતી પ્રક્રિયા આજે ૧૩ વર્ષ પછી પણ પુર્ણ થયેલ નથી તેવા પુરક પ્રશ્નના ઉતરમાં મંત્રીએ આ વાત સાચી છે તેવો એકરાર કર્યો હતો.

આ જાહેરાતમાં કુલ ૬ ઉમેદવારો પસંદગી પામેલ જેમાં ર મહિલા ઉમેદવારોના સમાવેશ થાય છે તેમાંથી ૧ મહિલાને વન અને પર્યાવરણ વિભાગના ૩૦/૮/રર ના હુેકમથી નિમણુંક આપવામાં આવેલ છે.

  1. સરકારે દાખલ કરેલ ૩૩% મહિલા અનામતને અવરોધતો ૧૦ % કટઓફના નિયમ જી.પી.એસ.સી.એ દાખલ કરેલ જેને હાઇકોર્ટે ગેરકાયદે જણાવેલ અને ચુકાદો તા.૩૧/૩/ર૧ ના રોજ આપ્‍યો છે જેને સુપ્રિમ કોર્ટે સ્‍ટે આપ્‍યો નથી.

(4:01 pm IST)